કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહ આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ અમિત શાહ પહેલી વાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. બીજી તરફ લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે,ત્યારે ગાંધીનગર લોકસભાને લઇને તેઓ રિવ્યુ બેઠક પણ યોજવાના છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન આજથી ગુજરાત પ્રવાસે છે. આજે તેઓ વિવિધ જિલ્લામાં આયોજિત શિક્ષણલક્ષી કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. તેમના કાર્યક્રમોની વાત કરવામાં આવે તો સૌથી પહેલા તેઓ અમદાવાદના સાણંદ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ઉપસ્થિત રહેશે. જે બાદ આણંદ ખાતે સરદાર પટેલ યુનિવર્સિટીના 66માં દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે.
તો અમદાવાદના ટાગોર હોલ ખાતે મહારાષ્ટ્ર સમાજ અમદાવાદ શતાબ્દી મહોત્સવ કાર્યક્રમમાં પણ જોડાશે. અમદાવાદમાં મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીય સમાજ રહે છે. ત્યારે આ મહારાષ્ટ્રીય સમાજનો આવતીકાલે એક શતાબ્દી કાર્યક્રમ છે.જેમાં અમિત શાહ હાજરી આપવાના છે.બાદમાં અમદાવાદમાં ફોરમ કન્વેન્શન સેન્ટરમાં આયોજિત 6 એડવાન્સમેન્ટ ઇન એન્ડ યૂરોલોજી સમ્મેલનમાં હાજરી આપશે. તો આ સિવાય ગાંધીનગર લોકસભાને લઇને તેઓ રિવ્યુ બેઠક પણ યોજવાના છે.