આણંદ સ્થિત અમૂલ ડેરીના આગામી મહિનાઓમાં યોજાનારી નિયામક મંડળની ચૂંટણીની પૂર્વસંધ્યાએ વર્તમાન ચેરમેન વિપુલભાઈ પટેલે પોતાના અઢી વર્ષના કાર્યકાળના કામોનો વિસતૃત પ્રગતિ અહેવાલ રજૂ કર્યો હતો. ચેરમેન સહિત ડેરીના વાઈસ ચેરમેન તથા અન્ય ડિરેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ વિકાસકારી કાર્યોથી સભાસદોને માહિતગાર કર્યા હતા.
દૂધના ભાવમાં ચાર વખત વધારો
વિપુલભાઈ પટેલે જણાવ્યું કે, ચેરમેનપદ સંભાળ્યા બાદ ગાયના દૂધના ભાવ ₹36.67 થી વધારી ₹43.19 તથા ભેંસના દૂધના ભાવ ₹55.61 થી વધારી ₹63.52 કર્યા છે.
દાણના ભાવમાં ઇતિહાસમાં પ્રથમવાર ઘટાડો 70 કિલો દાણની બેગ પર ₹35નો ઘટાડો કરવામાં આવ્યો, જેથી સભાસદોને સીધો આર્થિક લાભ થયો.
દૂધના ફેટના દર ₹900 થી વધારી ₹1,028 (પ્રતિ કિલો) કર્યા.
2022-23માં ટર્નઓવર ₹11,803 કરોડ હતું, જે 2024-25માં ₹14,015 કરોડને પાર ગયો.
આકસ્મિક મૃત્યુ વીમા યોજનામાં પ્રથમવાર 7 લાખથી વધુ દૂધ ઉત્પાદકોને આવરી લેવામાં આવ્યા. અત્યાર સુધી 86 દાવાઓમાં ₹2.31 કરોડ ચૂકવાયા.
દૂધ મંડળીઓને કમિશનમાં પ્રતિ લિટર ₹0.2550 થી વધારી ₹0.5150 કરવામાં આવ્યું.
સોલર રૂફટોપ અને રેન વોટર હાર્વેસ્ટિંગ
1,000થી વધુ મંડળીઓમાં સોલર રૂફટોપ અને 112 રેન વોટર યુનિટ્સ સ્થાપાયા.
ટેકનોલોજી મોડર્નીકરણથી લેબર કોન્ટ્રાક્ટમાં ઘટાડો કરી આશરે ₹40 કરોડ બચાવાયા.
નવી જમીન, નવા પ્લાન્ટ અને ઊદ્યોગોની સ્થાપનામાં છેલ્લા બે વર્ષમાં ₹700 કરોડથી વધુનું રોકાણ.
આંતરરાષ્ટ્રીય વિસ્તરણ
અમૂલ દૂધ હવે અમેરિકા અને સ્કેન્ડિનેવિયનમાં ઉપલબ્ધ છે, અને યુરોપના અન્ય દેશોમાં પ્રવેશની તૈયારી છે.
આક્ષેપો અને જવાબ આપ્યા
કોંગ્રેસ અને પશુપાલકોના આક્ષેપો:
1 જુલાઈના રોજ અમૂલ ડેરી સામે કોંગ્રેસ નેતાઓ અને 500થી વધુ પશુપાલકોએ ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે હોબાળો કર્યો હતો.
ડિરેક્ટર રાજેશભાઈ પાઠકે તમામ આક્ષેપો પાયાવિહોણા ગણાવતાં કહ્યું કે, જમીન ખરીદીની સમગ્ર પ્રક્રિયા જાહેર અને પારદર્શક હતી. જગ્યા અંગે ત્રણ વખત જાહેર જાહેરખબર આપવામાં આવી હતી અને તમામ ઠરાવ બોર્ડમાં સર્વાનુમતે થયા હતા.
ભરતી મુદ્દે સ્પષ્ટતા: કેવળ ટ્રેનિંગ ઓર્ડર જ આપવામાં આવ્યા હતા, કોઈ નવી ભરતી કરવામાં આવી નહોતી. છૂટા કરાયેલા છોકરાઓને પુનઃનિયુક્તિ આપતા હવે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.
સર્વાનુમત નિર્ણયોનું દાવો: વાઈસ ચેરમેન કાંતિભાઈ પરમારએ જણાવ્યું કે, બોર્ડના 99.99% નિર્ણયો સર્વાનુમતે લેવામાં આવ્યા છે અને આજ સુધી માત્ર સભાસદોની ભલાઈ જ ધ્યાનમાં લેવામાં આવી છે.
બાઈટ વિપુલ પટેલ (ચેરમેન અમૂલ ડેરી આણંદ )
બાઈટ કાંતિભાઈ સોઢાપરમાર (વાઈસ ચેરમેન અમૂલ ડેરી આણંદ )