click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: છત્રપતિ શિવાજી મહારાજ વિશે વિકૃત માહિતી આપતું ‘ખાલિદ કા શિવાજી’ ચલચિત્ર પર પ્રતિબંધ મૂકો ! – હિંદુ જનજાગૃતિ સમિતિની માંગ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > છત્રપતિ શિવાજી મહારાજ વિશે વિકૃત માહિતી આપતું ‘ખાલિદ કા શિવાજી’ ચલચિત્ર પર પ્રતિબંધ મૂકો ! – હિંદુ જનજાગૃતિ સમિતિની માંગ
Gujarat

છત્રપતિ શિવાજી મહારાજ વિશે વિકૃત માહિતી આપતું ‘ખાલિદ કા શિવાજી’ ચલચિત્ર પર પ્રતિબંધ મૂકો ! – હિંદુ જનજાગૃતિ સમિતિની માંગ

Last updated: 2025/08/05 at 2:25 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

આગામી મરાઠી ફિલ્મ ’ખાલિદ કા શિવાજી’માં છત્રપતિ શિવાજી મહારાજ વિશે ઐતિહાસિક રીતે ખોટી, તથ્યહીન અને વિકૃત માહિતી આપીને સમગ્ર જનતાને ગેરમાર્ગે દોરવામાં આવી રહી છે. આ વિકૃત પ્રચારને કારણે તમામ શિવપ્રેમીઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે. જે રીતે ‘‘ઉદયપુર ફાઇલ્સ: કન્હૈયાલાલ ટેલર મર્ડર’’ ચલચિત્રને કારણે મુસ્લિમ સમાજની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી હોવાથી તેના પર વચગાળાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, તે જ રીતે ‘‘ખાલિદ કા શિવાજી’’ ફિલ્મ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવે તેવી માંગ હિંદુ જનજાગૃતિ સમિતિએ રાજ્ય અને કેંદ્ર સરકાર સમક્ષ કરી છે.

આ ચિત્રપટમાં શિવાજી મહારાજના સૈન્યમાં ૩૫% મુસ્લિમ સૈનિકો હતા, મહારાજના ૧૧ અંગરક્ષકો મુસ્લિમ હતા, અને રાયગઢ પર મહારાજે મસ્જિદ બનાવી હતી, તેવા વાંધાજનક અને વિકૃત દાવા કરવામાં આવ્યા છે. આ તમામ દાવા ભ્રામક, અપ્રામાણિક અને કોઈપણ ઐતિહાસિક પુરાવા વિના પ્રસારિત કરવામાં આવ્યા છે.

છત્રપતિ શિવાજી મહારાજ હિંદવી સ્વરાજના સંસ્થાપક હતા. તેમણે ધર્મનિષ્ઠ હિંદવી સ્વરાજ્યની સ્થાપના કરી. તેમણે પોતે પોતાના સાવકા ભાઈ વ્યંકોજી રાજેને લખેલા પત્રમાં સ્પષ્ટ ઉલ્લેેખ કર્યો છે કે, ‘‘તુર્ક ફૌજેત ઠેવિલે, મગ જય કૈસા હોઈલ?’’ (જો તુર્ક સેનામાં રાખવામાં આવે, તો વિજય કેવી રીતે થશે?) આથી આ ચલચિત્રમાં શિવાજી મહારાજને ‘સેક્યુલર’ પુરવાર કરવાનો જાણીજોઈને કરાયેલો પ્રયાસ ઇતિહાસના નામે સમાજમાં ગુંચવણ ઊભો કરનારો છે. છત્રપતિ શિવાજી મહારાજના સમયમાં કોઈ જ્ઞાતિગત વસ્તીગણતરી નહોતી. આવી સ્થિતિમાં ૩૫% મુસ્લિમ સૈનિકો હોવાનો દાવો કયા આધારે કરવામાં આવી રહ્યો છે? તેવો સવાલ સમિતિએ ઉઠાવ્યો છે.

જો મુસ્લિમ સમાજને ખરેખર છત્રપતિ શિવાજી મહારાજ પ્રત્યે પ્રેમ હોત, તો પાંચ મુસલમાન બાદશાહીઓએ તેમને ખતમ કરવાનું બીડું ન ઉઠાવ્યું હોત અથવા છત્રપતિ સંભાજી મહારાજને અત્યંત ક્રૂરતાપૂર્વક માર્યા ન હોત. વર્તમાન સમયમાં પણ જો મુસલમાન સમાજને શિવાજી મહારાજ પ્રત્યે આદર હોત, તો યવત (તા. દૌંડ, જિ. પુણે) ખાતે થયેલી હિંસામાં ’સૈયદ’ નામના ધર્માંધ વ્યક્તિએ છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ તોડી ન હોત. આથી, ‘‘ખાલિદ કા શિવાજી’’ આ ચલચિત્ર હિંદુ સમાજમાં ભ્રમ પેદા કરનારું અને શિવાજી મહારાજનું ખોટું ચિત્રણ કરનારું છે.

ભારતીય બંધારણના અનુચ્છેદ ૧૯(૨) અને ભારતીય દંડ સંહિતા કલમ ૨૯૫ (અ) અનુસાર, ‘‘છત્રપતિ શિવાજી મહારાજનું વિકૃત ચિત્રણ જનતાની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડનારું, તેમજ કાયદો અને સુવ્યવસ્થાનો પ્રશ્ન ઊભો કરનારું પુરવાર થઈ શકે છે.’’ અગાઉ પણ ‘પદ્માવત’, ‘જોધા અકબર’ જેવા ચલચિત્રોના સમયે આવા જ પ્રકારના વિકૃત ઇતિહાસને કારણે જનઆક્રોશ નિર્માણ થયાના ઉદાહરણો છે. આ પષ્ઠભૂમિ પર ‘ખાલિદ કા શિવાજી’ આ ચલચિત્ર પર જ્યાં સુધી તેમાં રહેલી ઐતિહાસિક માહિતીનું અધિકૃત સત્યાપન ન થાય ત્યાં સુધી પ્રતિબંધ મૂકવામાં આવે તેવી માંગ હિંદુ જનજાગૃતિ સમિતિએ કરી છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

સ્ટેન્ડઅપ કોમેડી કે સંવેદનહીનતા? પ્રણિત મોરેના શોની બે ઘટનાઓ બાદ સોશિયલ મીડિયા પર ભારે વિવાદ

મતદાર કાર્ડમાં મોટા ફેરફાર : હવે ‘00’ મકાન નંબર નહીં, તાજા રંગીન ફોટા સાથે બનશે નવા EPIC કાર્ડ

પશ્ચિમ બંગાળ મ્યુનિસિપલ ભરતી કૌભાંડ : TMC ધારાસભ્ય મદન મિત્રાનાં ઠેકાણાં પર દરોડા

PoKમાં ફરી હિંસક અથડામણના અહેવાલ : રાવલાકોટમાં પ્રદર્શનકારીઓ પર ગોળીબારના દાવા, 16 લોકોનાં મોત

ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT)માં મોટા ભંગાણના સંકેત, 6 સાંસદો શિંદે જૂથમાં જોડાય તેવી ચર્ચા

TAGGED: Breaking news, central government, Chhatrapati Shivaji Maharaj, gujarat cm, gujarati news, Hindu Janajagruti Samiti, Khalid Ka Shivaji, latest news, news channel in india, oneindianews, top news, top news channel, કેંદ્ર સરકાર, ખાલિદ કા શિવાજી, છત્રપતિ શિવાજી મહારાજ, હિંદુ જનજાગૃતિ સમિતિ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 5, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અમિત શાહ ભારતના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા
Next Article જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, લાંબી બીમારી બાદ દિલ્હીની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સ્ટેન્ડઅપ કોમેડી કે સંવેદનહીનતા? પ્રણિત મોરેના શોની બે ઘટનાઓ બાદ સોશિયલ મીડિયા પર ભારે વિવાદ
Gujarat જૂન 13, 2026
મતદાર કાર્ડમાં મોટા ફેરફાર : હવે ‘00’ મકાન નંબર નહીં, તાજા રંગીન ફોટા સાથે બનશે નવા EPIC કાર્ડ
Gujarat જૂન 13, 2026
પશ્ચિમ બંગાળ મ્યુનિસિપલ ભરતી કૌભાંડ : TMC ધારાસભ્ય મદન મિત્રાનાં ઠેકાણાં પર દરોડા
Gujarat જૂન 13, 2026
PoKમાં ફરી હિંસક અથડામણના અહેવાલ : રાવલાકોટમાં પ્રદર્શનકારીઓ પર ગોળીબારના દાવા, 16 લોકોનાં મોત
Gujarat જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?