ગૂગલનું જેમિની નેનો બનાના AI સાડી ટ્રેન્ડ હાલ ઇન્સ્ટાગ્રામ પર ભારે ચર્ચામાં છે, કારણ કે તે સામાન્ય સેલ્ફીને પળવારમાં 90ના દાયકાના બોલિવૂડ સ્ટાઈલના વિન્ટેજ ફોટોમાં ફેરવી નાખે છે. તેમાં સાડી, સિનેમેટિક પોઝ, ગોલ્ડન-આવર લાઇટિંગ અને ડ્રામેટિક વિઝ્યુઅલ ઇફેક્ટ્સનો ઉપયોગ થતો હોવાથી યુઝર્સમાં તે ઝડપથી લોકપ્રિય બન્યો છે. પરંતુ લોકપ્રિયતાની સાથે, આ ટ્રેન્ડને કારણે AI દ્વારા બનાવાયેલા ફોટોની સુરક્ષા અને પ્રાઇવસી અંગેની ચિંતાઓ પણ વધી રહી છે. ગૂગલના જણાવ્યા મુજબ જેમિની વડે જનરેટ થતી દરેક ઈમેજમાં SynthID નામનો એક અદૃશ્ય ડિજિટલ વોટરમાર્ક હોય છે, જેમાં મેટાડેટા ટેગ્સ સામેલ હોય છે, જે દર્શાવે છે કે ફોટો AI દ્વારા બનાવવામાં આવ્યો છે. આ ટ્રાન્સપરન્સી માટે મદદરૂપ છે, પરંતુ નિષ્ણાતો ચેતવણી આપે છે કે આ પ્રકારના વોટરમાર્ક સાથે ટેક્નિકલ ચેડાં થવાની શક્યતા રહે છે. તેથી યુઝર્સને સલાહ આપવામાં આવે છે કે તેઓ કોઈપણ AI ટૂલ વાપરતા પહેલાં તેની પ્રાઇવસી પોલિસી અને શરતો ધ્યાનથી વાંચે.
ફોટો અપલોડ કરતી વખતે સાવચેતીઓ:
- અંગત અથવા સંવેદનશીલ ફોટા (જેમ કે પરિવાર, ઘર, લોકેશન દર્શાવતા ફોટા) અપલોડ ન કરવા.
- પ્રાઇવસી પોલિસી સારી રીતે વાંચીને એ સુનિશ્ચિત કરવું કે પ્લેટફોર્મ તમારા ડેટાનો ઉપયોગ કેવી રીતે કરે છે.
- ફોટા અપલોડ કરતા પહેલા તેની અંદર રહેલા મેટાડેટા (Exif Data) દૂર કરવું. મેટાડેટામાં સ્થાન (location), સમય, અને કયા ડિવાઇસથી ફોટો લેવામાં આવ્યો તે જેવી માહિતી રહે છે, જે દુરૂપયોગ થવા પર જોખમકારક બની શકે છે.
મેટાડેટા કેવી રીતે દૂર કરવું?
- મોબાઇલમાં: Google Photosમાં ફોટો ખોલીને i આઈકન પર ક્લિક કરો, જ્યાં મેટાડેટા દેખાશે. તેને દૂર કરવા માટે Photo Exif Editor જેવી થર્ડ-પાર્ટી એપ ઉપયોગ કરી શકાય છે. કેટલાક સ્માર્ટફોનમાં બિલ્ટ-ઇન ઓપ્શન પણ મળે છે, જ્યાં Edit અથવા Moreમાં જઈને “Remove Metadata” પસંદ કરી શકાય છે.
- કમ્પ્યુટર (Windows): ફોટા પર રાઈટ-ક્લિક કરો → Properties → Details ટેબ → ‘Remove Properties and Personal Information’ પર ક્લિક કરો. ત્યાર બાદ તમે નવી કોપી બનાવી શકો છો જેમાં મેટાડેટા દૂર થયેલ હશે, અથવા મૂળ ફાઈલમાંથી જ મેટાડેટા ડિલીટ કરી શકો છો.
સુરક્ષિત ઉપયોગ માટે નિષ્ણાતોની સલાહ:
- વાઈરલ AI ટૂલ્સનો ઉપયોગ કરતાં પહેલાં હંમેશાં પ્રાઇવસી અંગે સજાગ રહેવું.
- સંવેદનશીલ ફોટો અપલોડ કરવાનું ટાળવું.
- લોકેશન ટેગ્સ અને મેટાડેટા હટાવીને જ ફોટો શેર કરવો.
- સોશિયલ મીડિયા પર ફોટા પોસ્ટ કરતી વખતે પ્રાઇવસી સેટિંગ્સ કડક રાખવી.
- કોના સાથે ફોટો શેર થાય છે અને ક્યાં પ્લેટફોર્મ પર શેર થાય છે તેની મર્યાદા રાખવી.
આ સાવચેતી અપનાવવાથી, યુઝર્સ પોતાના ફોટા અને વ્યક્તિગત માહિતીની સુરક્ષા વધારે સારી રીતે કરી શકે છે અને ગૂગલ જેમિની નેનો બનાના AI ટ્રેન્ડનો આનંદ સુરક્ષિત રીતે માણી શકે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel