રાજપીપલા: ઉત્તરવાહીની નર્મદા પરિક્રમામાં ભાગ લઈ રહેલા પદયાત્રીઓ માટે ભારતીય જનતા પાર્ટી, નર્મદા જિલ્લા દ્વારા વિવિધ સેવાકાર્યો હાથ ધરવામાં આવ્યા છે. આ સેવાઓ અંતર્ગત મેડિકલ ચેકઅપ કેમ્પ, તાજું અલ્પાહાર અને સલામત નાવડી વ્યવસ્થા કરવામાં આવી છે.
પ્રદેશ સંગઠન મહામંત્રી આદરણીય રત્નાકરજી એ આ સેવાના કાર્યની સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે પદયાત્રાના માર્ગમાં આવેલા સેવાકેમ્પની મુલાકાત લીધી હતી. તેમણે મેડિકલ કેમ્પ અને નાવડી સેવા સંભાળતા કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ સાધી તેમની કામગીરીની સરાહના કરી હતી.
રત્નાકરજીએ યાત્રાળુઓને સેવા આપી પદયાત્રાનું શુભારંભ અનુભવી ભક્તિમય વાતાવરણમાં શ્રદ્ધાળુઓને સુખદ યાત્રા માટે શુભેચ્છાઓ પાઠવી. આ અવસરે તેમની સાથે જિલ્લા ભાજપ પ્રમુખ નીલકુમાર રાવ જિલ્લા પ્રભારી ધર્મેશભાઈ પંડ્યા જિલ્લા પંચાયત સદસ્ય કિરણભાઈ વસાવા જિલ્લા અને તાલુકા સ્તરના ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સેવા કેમ્પમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ લાભ લઈ રહ્યા છે અને નર્મદા જિલ્લાના કાર્યકર્તાઓની નિષ્ઠા તથા સમર્પણ ભાવના યાત્રાળુઓના હ્રદયમાં ભક્તિ સાથે આશ્વાસન પણ ભરી રહી છે.