ગુજરાતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળનું નવું મંત્રીમંડળ આખરે જાહેર થઈ ગયું છે. લાંબા રાજકીય મન્થન અને સંગઠન સ્તરે ચર્ચા બાદ શુક્રવારે નવા મંત્રીમંડળની યાદી જાહેર કરવામાં આવી છે. કુલ 26 મંત્રીઓની કેબિનેટમાં આ વખતે જૂના અને નવા ચહેરાઓનું સંતુલન રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે માત્ર 6 મંત્રીઓને રિપીટ કરવામાં આવ્યા છે, જ્યારે 10 મંત્રીઓના પત્તા કાપી દેવામાં આવ્યા છે. એટલે કે, આ નવી ટીમમાં 19 નવા ચહેરાઓને તક આપવામાં આવી છે, જે ભવિષ્યમાં સરકારની નવી દિશા અને ગતિ નક્કી કરશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાત્રે મંત્રીમંડળની અંતિમ યાદી તૈયાર કર્યા બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મુલાકાત કરી અને તેમને નવી કેબિનેટની યાદી સોંપી હતી. નવા મંત્રીઓના નામ જાહેર થતાં જ રાજકીય વર્તુળોમાં ચહલપહલ મચી ગઈ છે. ખાસ વાત એ છે કે રિપીટ કરાયેલા મંત્રીઓને ખુદ મુખ્યમંત્રીએ ફોન કરીને અભિનંદન આપ્યા અને કહ્યું કે, “આપણે સાથે છીએ, તમારે શપથ લેવાનું છે.” જ્યારે નવા મંત્રીઓને જગદીશ વિશ્વકર્માએ ફોન કરીને જાણ કરી હતી કે તેઓને નવી કેબિનેટમાં સ્થાન મળ્યું છે.
મુખ્યમંત્રી સહિત 26 મંત્રીઓ સાથેનું ગુજરાતનું નવું મંત્રીમંડળ
- ભુપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી
- ત્રિકમ છાંગા, અંજાર કચ્છ
- સ્વરૂપજી ઠાકોર, વાવ
- પ્રવીણકુમાર માળી, ડીસા
- ઋષિકેષ પટેલ, વીસનગર
- પી.સી. બરંડા, ભિલોડા (એસટી)
- દર્શના વાઘેલા, અસારવા ધારાસભ્ય અમદાવાદ (એસસી)
- કાંતિ અમૃતિયા, મોરબી
- કુંવરજી બાવળિયા, જસદણ (રિપીટ)
- અર્જુન મોઢવાડિયા, પોરબંદર
- રીબાવા જાડેજા, જામનગર ઉત્તર
- ડો.પ્રદ્યુમન વાજા, કોડીનાર ધારાભ્ય (એસસી)
- કૌશિક વેંકરિયા, અમરેલી ધારાસભ્ય
- પરસોત્તમ સોલંકી, ભાવનગર ગ્રામ્ય (રિપીટી)
- જીતુ વાઘાણી, ભાવનગર પશ્ચિમ
- રમણભાઈ સોલંકી, બોરસદ
- કમલેશ પટેલ, પેટલાદ આણંદ
- સંજયસિંહ મહીડા, મહુધા
- રમેશ કટારા, ફતેપુરા વિધાનસભા (એસટી)
- મનીષા વકીલ, વડોદરા શહેર (એસસી)
- ઈશ્વરસિંહ પટેલ, અંકલેશ્વર
- પ્રફુલ પાનસેરિયા, કામરેજ
- હર્ષ સંઘવી, મજુરા
- જયરામ ગામીત, નિઝર બેઠક (એસટી)
- નરેશ પટેલ, ગણદેવીના (એસટી)
- કનુ દેસાઈ, પારડી
🔹 સામાજિક સંતુલન અને પ્રદેશીય પ્રતિનિધિત્વ
નવી કેબિનેટમાં સામાજિક સંતુલન જાળવવામાં આવ્યું છે. તેમાં 8 પાટીદાર, 8 OBC, 3 SC અને 4 ST વર્ગના પ્રતિનિધિઓનો સમાવેશ છે, જે વિવિધ સમાજોને પ્રતિનિધિત્વ આપે છે. ઉપરાંત, કેબિનેટમાં 3 મહિલાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે, જે લિંગ સમાનતાને પ્રોત્સાહન આપે છે.
🔹 કયા મંત્રીઓના પત્તા કાપાયા
નવી કેબિનેટમાં નીચેના 10 મંત્રીઓની જગ્યા ગઈ છે, જેમને આ વખતે બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે:
- બળવંતસિંહ રાજપૂત
- રાઘવજી પટેલ
- ભાનુબેન બાબરિયા
- મૂળુ બેરા
- કુબેર ડિંડોર
- જગદીશ વિશ્વકર્મા
- મુકેશ પટેલ
- ભીખુસિંહ પરમાર
- બચુ ખાબડ
- કુંવરજી હળપતિ
આ નામોમાં કેટલાક એવા પણ છે જેમણે અગાઉ મહત્વના વિભાગો સંભાળ્યા હતા, પરંતુ રાજકીય સંતુલન અને પ્રદર્શનના આધારે તેમને બહાર રાખવામાં આવ્યા છે.
🔹 કયા મંત્રીઓને ફરી તક મળી
નવા મંત્રીમંડળમાં નીચેના 6 મંત્રીઓને ફરીથી સ્થાન આપવામાં આવ્યું છે, જેમણે અગાઉ પણ સારું કામકાજ બતાવ્યું હતું અને તેમની લોકપ્રિયતા પણ ધ્યાનમાં લેવામાં આવી છે:
- હર્ષ સંઘવી
- કનુ દેસાઈ
- ઋષિકેશ પટેલ
- કુંવરજી બાવળિયા
- પ્રફુલ પાનશેરિયા
- પરસોત્તમ સોલંકી
આ મંત્રીઓમાંથી કેટલાક યુવા અને ઉર્જાવાન ચહેરા છે, જ્યારે કેટલાક વરિષ્ઠ નેતાઓ છે, જેનો અનુભવ રાજ્યના શાસનમાં ઉપયોગી બનશે.
🔹 રાજકીય અર્થ અને સંદેશ
ભુપેન્દ્ર પટેલની આ નવી ટીમથી સ્પષ્ટ સંકેત મળે છે કે ભાજપે 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને યુવા અને તાજા ચહેરાઓને આગળ લાવવાનો નિર્ણય લીધો છે. જૂના મંત્રીઓને રોટેશનના સિદ્ધાંત હેઠળ બહાર રાખી નવા નેતાઓને તક આપવામાં આવી છે. આ સાથે સમાજના વિવિધ વર્ગોને પ્રતિનિધિત્વ આપીને ભાજપે આગામી ચૂંટણી માટેનું મજબૂત રાજકીય સંદેશ પણ આપ્યું છે કે તે તમામ સમુદાયોને સાથે લઈને આગળ વધવા ઇચ્છે છે.
નવા મંત્રીઓની શપથવિધિ ટૂંક સમયમાં ગાંધીનગરના રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં યોજાશે. આ સાથે જ ભુપેન્દ્ર પટેલ સરકારના બીજા કાર્યકાળની ટીમ હવે સંપૂર્ણ રીતે કાર્યરત બનશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel