ઉત્તરાખંડના ટિહરી જિલ્લામાં આવેલા કુંજાપુરી નજીક સોમવારે એક ભયાનક બસ અકસ્માત સર્જાયો, જેમાં પાંચ શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા હોવાનું સત્તાવાર રીતે પુષ્ટિ થઈ છે, જ્યારે લગભગ 20 જેટલા લોકો ગંભીર થી લઈને નાના ઇજાઓ સાથે ઘાયલ થયા છે. આ દુર્ઘટના ઋષિકેશ નજીક આવેલા કુંજાપુરી-હિંડોલાખાલ માર્ગ પર બની હતી, જ્યાં બસ લગભગ 70 મીટર ઊંડી ખીણમાં ખાબકી ગઈ હતી. બસમાં કુલ 30 થી 35 મુસાફરો સવાર હતા અને તેઓ કુંજાપુરી માતાના મંદિરે દર્શન કરવા આવ્યા હતા, તેવી માહિતી સામે આવી છે.
આ ઘટનામાં મૃતકોમાં ચાર મહિલાઓ અને એક યુવકનો સમાવેશ થાય છે, અને સૌ લોકો ગુજરાતના હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. અકસ્માતની જાણ થતાં જ SDRF, પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ઝડપી બચાવ અને રાહત કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઘટનાસ્થળ ખીણ અને પહાડી વિસ્તાર હોવાથી રેસ્ક્યુ ઓપરેશન પડકારજનક રહ્યું હતું.
उत्तराखंड के टिहरी जिले में हादसा, बस खाई में गिरी-5 यात्रियों की मौत
टिहरी जिले के कुंजापुरी-हिंडोलाखाल मार्ग पर एक बस के गहरी खाई में गिरने से उसमें सवार पाँच यात्रियों की मृत्यु हो गई।
प्रारंभिक जानकारी के अनुसार बस में 30 से 35 लोगों के सवार होने की संभावना बताई जा रही है। pic.twitter.com/yv1AgAEDs9
— Akashvani News Uttarakhand 🇮🇳 (@airnews_ddn) November 24, 2025
અકસ્માતગ્રસ્ત બસનું નંબર UK14PA1769 હોવાનું જાણવા મળ્યું છે. ગંભીર રીતે ઘાયલ લોકોને એમ્બ્યુલન્સ દ્વારા ઋષિકેશ સ્થિત AIIMS હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને નજીકના આરોગ્ય કેન્દ્રોમાં તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે.
સ્થાનિક વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળ પર હાજર છે અને અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક અંદાજ મુજબ રસ્તાની તંગી અને વળાંક પર ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવ્યું હોવાની સંભાવના વ્યક્ત થતી હોય, પરંતુ સત્તાવાર કારણ હજી જાહેર થયું નથી.
આ અકસ્માતે ફરી એકવાર ઉત્તરાખંડના પહાડી માર્ગોની સુરક્ષા અને યાત્રીઓની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel