પોલીસ અધિક્ષક ખેડા નડીયાદ નાઓએ પ્રોહિ જુગારની અસરકારક કામગીરી કરવા જરૂરી સૂચનાઓ કરેલ તેમજ ના.પો.અધિ.સા નડીયાદ ડીવીઝન તથા સર્કલ પોલીસ ઇન્સપેક્ટર ડાકોર નાઓએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસરકારક કામગીરી કરી પ્રોહી-જુગારની બદીનેસ્ત નાબુદ કરવા માર્ગદર્શન કરેલ તથા પ્રોહી જુગાર ડ્રાઇવ આપેલ હોય.
તે દરમ્યાન તા.૦૯/૦૧/૨૦૨૪ ના રોજ સી.પો.સબ.ઇન્સ. તથા બીજા સ્ટાફના માણસો સાથે નાઇટ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સી.પો.સબ.ઇન્સ નાઓને બાતમી હકિકત મળેલ કે, એક ટાટા ટ્રકનો ડ્રાઇવર ટ્રકમાં ભારતીય બનાવટનો પરપ્રાતીય વિદેશી દારૂનો જથ્થો ભરી વડોદરાથી અમદાવાદ તરફ નીકળી છે. અને હાલ ટ્રક અમદાવાદ તરફ જતા એક્સપ્રેસ હાઇવે ઉપર જાય છે. ટ્રકનો નંબર HP-93-2813 નો છે.
જે મળેલ બાતમી હકિકત આધારે પોલીસે એકસપ્રેસ હાઇવે ચકલાસી ઓવરબ્રિજ ઉપર રનીંગ ટ્રક સાઇડમાં પાર્કિંગ જોનમાં લેવડાવી ટ્રકમાં જોતા ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટા બોક્ષ કુલ નંગ ૧૦૦૭ જેમાં નાની મોટી બોટલો કુલ નંગ ૨૨૯૨૦ મળી કુલ કિંમત રૂ. ૫૮,૩૪,૪૦૦/- તથા ટાટા ટ્રક નંબર HP-93-2813 ની કિ.રૂ. ૧૦,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન રૂ. ૫૦૦૦/- તથા જી.પી.એસ. ટ્રેકર સીમકાર્ડ સાથેનું નંગ-૧ કિ.રૂ. ૦૦/- તથા રોકડા રૂ. ૨૦૦/- તથા વાહનને લગત દસ્તાવેજી કાગળો કિં.રૂ. 00/- ખોટી બિલટીના કાગળો કિ.રૂ.૦૦/- તથા કાળા કલરની તાડપતરી નંગ ૦૧, તથા દોરડુ નંગ ૦૧, મળી કૂલ કિંમત રૂ. ૬૮,૩૯,૬૦૦/- નો કુલ મુદ્દામાલ સાથે ટ્રક ડ્રાઇવર આરોપી રણજીતસીંગ સમીન્દરસીંગ પવાર રહે. અમૃત ધારા કો.ઓ.હાઉસીંગ સોસાયટી રૂમ નં. ૨૦૧ પ્લોટ નંબર ૧૩/બી, સેકટર ૧૦ કલમબોલી રાયગઢ મહારાષ્ટ્ર નાને પકડી પ્રોહી મુદ્દામાલ સાથે પકડેલ અટક કરેલ રેઇડ દરમ્યાન ટાટા ટ્રકનો નંબર ઇગુજકોપ એપ્લીકેશન મારફતે તપાસ કરતા ટ્રકના નંબર સાથે ચેચીસ તથા એન્જીન નંબર ખોટો હોવાનું જણાઇ આવેલ અને ટ્રકની તપાસ કરતા તેમાંથી ગાડીના કાગળો તથા ખોટી જી.એસ.ટી. બીલો મળી આવેલ તથા એક જી.પી.એસ. ટ્રેકર સીમકાર્ડ સાથે તથા ગાડીનો સરસામાન કબજે કરેલ અને તમામ આરોપીઓએ એકબીજાને મદદગારી કરી, કાવતરૂ રચી, ઠગાઇ કરવાના હેતુથી, ખોટી બીલ્ટીઓ બનાવી, બનાવડાવી, તેનો સાચા તરીકે ઉપયોગ કરી તથા પકડાયેલ ટ્રક વાહનમાં ખોટી નંબર પ્લેટ ઠગાઇ કરવાના હેતુથી બનાવડાવી, લગાડી, તેનો ખરી નંબર પ્લેટ તરીકે ઉપયોગ કરેલાનું જણાઇ આવેલ છે. જેથી આરોપીઓ વિરુધ્ધ ચકલાસી પો.સ્ટેશનમાં પ્રોહી એક્ટ (ગુજરાત પ્રોહિબિશન સુધારા અધિનિયમ- સને-૨૦૧૬) ની કલમ ૬૫(એ)(ઈ), ૧૧૬-બી, ૮૧, ૮૩, ૯૮(૨) તથા ઇ.પી.કો. કલમ ૪૬૫, ૪૬૮, ૪૭૧, ૧૧૪ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.
રિપોર્ટર – યેશા શાહ(ખેડા)