click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: સરદાર સરોવર નર્મદા ડેમ પૂર્ણ સપાટીએ છલકાઈ જતાં નર્મદા મૈયાના પાવન જળ રાશિના વધામણાં કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > સરદાર સરોવર નર્મદા ડેમ પૂર્ણ સપાટીએ છલકાઈ જતાં નર્મદા મૈયાના પાવન જળ રાશિના વધામણાં કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
GujaratNarmada

સરદાર સરોવર નર્મદા ડેમ પૂર્ણ સપાટીએ છલકાઈ જતાં નર્મદા મૈયાના પાવન જળ રાશિના વધામણાં કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

૨૦૧૭માં રાષ્ટ્રાર્પણ થયા પછી સરદાર સરોવર ડેમ સતત પાંચમી વાર મહત્તમ ૧૩૮.૬૮ મીટર સપાટીએ ભરાયો

Last updated: 2024/10/01 at 5:01 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

આ વર્ષે ૧૧ ઓગસ્ટથી શરૂ થઈ ૫૧ દિવસ ઓવરફ્લો થવા સાથે ૧૦,૦૧૨ મીલીયન ઘનમીટર ઓવરફ્લો થયો

ગુજરાતમાં જળક્રાંતિ અને કૃષિક્રાંતિ માટે જિવાદોરી સમાન નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની જળ સપાટી તેની મહત્તમ ૧૩૮.૬૮ મીટર એટલે કે, ૪૫૫ ફુટ પહોંચી છે. ડેમની આ ૧૩૮.૬૮ મીટર સપાટીએ કુલ જળસંગ્રહ ક્ષમતા ૯૪૬૦ મીલીયન ઘનમીટર છે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે નર્મદા મૈયાના આ છલકાતાં નીરના વધામણા મંગળવારે બપોરે વિજય મુહૂર્તમાં સરદાર સરોવર ડેમ સાઈટ એક્તા નગર પહોંચીને જળ પૂજનથી કર્યા હતા.

આ વર્ષે વરસાદી મોસમમાં સારા વરસાદને પગલે સરદાર સરોવર ડેમ ૧૧ ઓગસ્ટથી ઓવરફ્લો થવાનો શરૂ થયો હતો. અત્યાર સુધીમાં ૫૧ દિવસ સુધી આ જળાશય ઓવરફ્લો થયું છે અને કુલ ૧૦,૦૧૨ મીલીયન ઘનમીટર એટલે કે, ૮,૧૭૭ MAF પાણી ઓવરફલોને કારણે આવ્યું છે.

એટલું જ નહિ, નર્મદા યોજનાના રીવર બેડ પાવર હાઉસ તથા કેનાલ હેડ પાવર હાઉસમાં આ વર્ષે ચોમાસાના સમયમાં કુલ ૧૩૪૩ મેગાવોટ વીજળી તથા અત્યાર સુધીમાં ૬૨૮૩ કરોડ યુનિટ વીજળી ઉત્પન્ન થઈ છે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ૧૦,૦૧૪ ગામો, ૧૮૩ શહેરો અને ૭ મહાનગરપાલિકા વિસ્તારો એમ કુલ મળીને ૪ કરોડ જેટલા લોકોને પીવાનું પાણી પુરું પાડતા આ પ્રોજેક્ટના જળાશયમાં પૂર્ણ સપાટીએ છલકાતાં જળ રાશિનું ઉમંગ અને ઉલ્લાસમય વાતાવરણમાં મંત્રોચ્ચાર વચ્ચે પૂજન કર્યુ હતું.

અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી તરીકેનું સેવા દાયિત્વ સંભાળ્યાના માત્ર ૧૭ દિવસમાં જ નર્મદા ડેમનું બાકીનું કામ પૂર્ણ કરવા તથા ગેટ બેસાડવાની મંજુરી આપી હતી.

રાજ્ય સરકારે પણ ત્વરાએ આ કામગીરી હાથ ધરીને ૩૦ દરવાજાઓની કામગીરી સહિતની બધીજ કામગીરી નિર્ધારીત સમય કરતાં ૯ મહિના વહેલી પૂર્ણ કરી દીધી હતી.
વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૧૭માં તેમના જન્મદિવસ, ૧૭મી સપ્ટેમ્બરે સરદાર સરોવર ડેમનું રાષ્ટ્રાર્પણ કર્યુ છે.

૨૦૧૭માં રાષ્ટ્રાર્પણ પછી અત્યાર સુધીમાં પાંચ વાર આ ડેમ તેની મહત્તમ સપાટીએ ભરાયો છે. સરદાર સરોવર ડેમના છલકાવાથી અગાઉ દરિયામા નિરર્થક વહી જતાં પાણી હવે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટીવંત નેતૃત્વ અને સુચારુ જળ વ્યવસ્થાપનથી સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના ૧૧૫ ડેમ ભરવા તથા સુજલામ સુફલામ યોજના દ્વારા ઉત્તર ગુજરાતના ૯ મોટા-મધ્યમ જળાશયો અને ૯૦૯ તળાવોમાં પહોંચાડવામાં આવે છે.

આ વર્ષે પણ સરદાર સરોવર નર્મદા ડેમ ઓવરફ્લો થતાં રાજ્યની જુદી-જુદી ૧૦ નદીઓમાં નર્મદા જળરાશિ વહેવડાવીને આ નદીઓને જીવંત કરવામાં આવી છે.

રાજ્યની અવિરત પ્રગતિના છડીદાર અને ગુજરાતના પાણીઆરા સમાન આ સરદાર સરોવર નર્મદા ડેમના પૂર્ણ સપાટીએ પહોંચેલા જળરાશિના પૂજન-અર્ચનથી જળ શક્તિની વદંના કરવાની પરંપરા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે સતત બીજા વર્ષે પણ જળ પૂજન કરીને આગળ ધપાવી છે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ સાથે નર્મદા જળપૂજનના આ અવસરે ધારાસભ્ય શ્રીમતી દર્શનાબેન દેશમુખ, છોટાઉદેપુરના સાંસદ  જશુભાઈ રાઠવા,  સંગઠનના પદાધિકારીઓ, મુખ્યસચિવ  રાજકુમાર, નર્મદા નિગમનાં ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ પુરી, મુખ્યમંત્રી ના અધિક મુખ્યસચિવ ઓ સર્વશ્રી પંકજ જોષી અને એમ.કે. દાસ. સરદાર સરોવર નર્મદા નિગમના ડાયરેક્ટર  નાદપરા તથા જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ પણ જોડાયા હતા.

 

રિપોર્ટર -શૈશવ રાવ નર્મદા

You Might Also Like

નરેન્દ્ર મોદી વિચાર મંચની ગુજરાત પ્રદેશ ટીમમાં તાપીના ૪ યુવાનોની નિમણુંક

અયોધ્યામાં રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને રામકથા લાભ

ઓપરેશન સિંદૂરને લઈ BSFનો મોટો દાવો, પાકિસ્તાને 600થી વધુ ડ્રોન હુમલા કર્યા હતા

ગુજરાત સરકારનો મોટો નિર્ણયઃ સ્કૂલ પ્રવાસમાં પોલીસ કર્મચારીને સાથે રાખવા પડશે

PM મોદીએ પહલગામ હુમલામાં માર્યા ગયેલા શુભમ દ્વિવેદીના પરિવાર સાથે મુલાકાત કરી

TAGGED: Chief Minister Shri Bhupendra Patel, latest gujarti news, Narmada, Narmada Collector, Narmada Dam overflowed, Narmada news, narmada police, oneindia, oneindianewsgujarat, pm modi, Sardar Sarovar, Sardar Sarovar Dam, મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે, સરદાર સરોવર નર્મદા ડેમ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓક્ટોબર 1, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ભારતીય સેના પ્રમુખે પેજર હુમલાને ઈઝરાયેલનો ‘માસ્ટરસ્ટ્રોક’ ગણાવ્યો
Next Article બારડોલી વિભાગ રાજપૂત ટ્રસ્ટ દ્વારા શિક્ષણિક વર્ષ 2023-24 ના વર્ષ માં તેજસ્વી તારલા સન્માન સમારોહ નું આયોજન કરાયું

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

નરેન્દ્ર મોદી વિચાર મંચની ગુજરાત પ્રદેશ ટીમમાં તાપીના ૪ યુવાનોની નિમણુંક
Gujarat Tapi મે 31, 2025
અયોધ્યામાં રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને રામકથા લાભ
Bhavnagar Gujarat મે 31, 2025
ઓપરેશન સિંદૂરને લઈ BSFનો મોટો દાવો, પાકિસ્તાને 600થી વધુ ડ્રોન હુમલા કર્યા હતા
Gujarat મે 30, 2025
ગુજરાત સરકારનો મોટો નિર્ણયઃ સ્કૂલ પ્રવાસમાં પોલીસ કર્મચારીને સાથે રાખવા પડશે
Gujarat મે 30, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?