ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપને અભદ્ર રીતે રજૂ કરવાની કથિત ચેષ્ટા બાદ અક્ષય દવે નામના વ્યક્તિને લઈને સોશિયલ મીડિયામાં ભારે વિવાદ ઊભો થયો છે. વાણી સ્વતંત્રતા અને મીમ બનાવવાના નામે અનેક ફેસબુક ગ્રુપો સક્રિય છે, જેમાંથી એક ગ્રુપ ‘ઋખઈ (ગુજરાત મીમ કોમ્યુનિટી)’ તરીકે ઓળખાય છે. આ ગ્રુપના એક સભ્ય, જેના ફેસબુક આઈડીનું નામ ‘અસતવફુ ઉફદય’ હોવાનું જણાવવામાં આવે છે, તે વ્યક્તિ અક્ષય દવે હોવાનું કહેવામાં આવે છે. આરોપ છે કે આ વ્યક્તિ સમયાંતરે ધાર્મિક લાગણીઓને દુભાવતી પોસ્ટો અને મીમ્સ બનાવતો રહ્યો છે. તાજેતરમાં આ ગ્રુપમાં ડાકોર મંદિર અને ભગવાન શ્રી કૃષ્ણને લઈને કરવામાં આવેલી એક કથિત અભદ્ર પોસ્ટ બાદ સનાતની સમાજમાં રોષની લાગણી ફાટી નીકળી છે અને અક્ષય દવે વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

આરોપ મુજબ, આ પહેલાં પણ GMC નામના અન્ય ગ્રુપમાં અક્ષય દવેએ નરસિંહ મેહતા, પ્રભુ શ્રી રામ, શંકર-પાર્વતી તથા હિંદુ તહેવારો અંગે અશોભનીય ટિપ્પણીઓ કરી હતી. સોશિયલ મીડિયામાં તેને કહેવાતા કવિ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ તેની પોસ્ટો અને મીમ્સ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડે તેવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ અનેક લોકોએ તેને શાંતિપૂર્વક સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે ધાર્મિક લાગણીઓને દુભાવતી સામગ્રીથી દૂર રહે, પરંતુ આરોપ છે કે તેણે સમજવાનો ઇનકાર કરીને વધુ ઉશ્કેરણીજનક મીમ્સ પોસ્ટ કરવાનું ચાલુ રાખ્યું. કેટલીક પોસ્ટોમાં તેણે સનાતન ધર્મ માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હોવાનો પણ દાવો છે, જ્યારે કોમેન્ટ્સમાં “મારા પર કેસ કરો” જેવી ઉશ્કેરણીજનક ભાષા વાપરવામાં આવી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

વિવાદિત મીમમાં ભગવાન શ્રી કૃષ્ણના ચારિત્ર્યને ખોટી રીતે રજૂ કરવાની કથિત કોશિશ કરવામાં આવી હોવાનું કહેવામાં આવે છે. મંદિરમાં ટૂંકા કપડાં પહેરીને ન આવવા માટે કરવામાં આવેલી મંદિર પ્રશાસનની અપીલને લઈ, કૃષ્ણ ભગવાનના બાળ સ્વરૂપને પુખ્ત દર્શાવીને કૂતર્ક કરાયો હોવાનું સનાતનીઓનું કહેવું છે. વિવાદ વધતા આ મીમ બાદમાં ડિલીટ કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ પણ જ્યારે લોકોએ પ્રશ્નો ઉઠાવ્યા ત્યારે જવાબમાં અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી હોવાનો આરોપ છે.
આ સમગ્ર ઘટનાને લઈને સોશિયલ મીડિયામાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને અનેક યુઝર્સ દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવતા તે આગની જેમ ફેલાઈ ગયો છે. હાલમાં સનાતની સમાજ દ્વારા અક્ષય દવે સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની તેમજ આવા ગ્રુપોમાં ધાર્મિક રીતે સંવેદનશીલ મીમ્સને કોણ અને કેવી રીતે મંજૂરી આપે છે તેની તપાસ કરવાની માંગ તેજ બની છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel