મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના વિમાન દુર્ઘટનાના અત્યંત આઘાતજનક સમાચાર વચ્ચે હવે આ અકસ્માતની અંતિમ ક્ષણોના CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ ફૂટેજે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. વિમાન અમદાવાદમાં અગાઉ થયેલી દુર્ઘટના જેવી જ રીતે ધડાકાભેર જમીન પર તૂટી પડ્યું હતું અને થોડી જ પળોમાં આગ તથા ધુમાડાના ગોટેગોટા ઉડવા લાગ્યા હતા. ફૂટેજમાં અકસ્માતની ભયાનકતા સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે.
સામે આવેલા CCTV ફૂટેજ મુજબ, આ દુર્ઘટના સવારે 8 વાગ્યે 46 મિનિટે સર્જાઈ હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે અજિત પવારનું વિમાન રનવે નજીક પહોંચતા જ અચાનક સંતુલન ગુમાવે છે અને જમીન પર પટકાય છે. સેકન્ડોમાં જ આખું વિમાન આગના ગોળામાં ફેરવાઈ જાય છે. આકાશમાં ઉડતા કાળા ધુમાડાના ગોટા અને ભીષણ આગની લપટો એ સ્પષ્ટ કરે છે કે વિમાનમાં સવાર લોકોને બચવાનો કોઈ મોકો મળ્યો નહોતો.
अजीत पवार का चार्टर्ड विमान बारामती एयरपोर्ट पर क्रैश
सीसीटीवी फुटेज में कैद हुआ दिल दहला देने वाला हादसा।
लैंडिंग के दौरान विमान रनवे से फिसलकर क्रैश, भीषण आग लगी।
अजीत पवार समेत सभी 5 लोगों की मौत। #AjitPawar #PlaneCrash #Baramati #MaharashtraNews #Breaking
[ Ajit… pic.twitter.com/bFUG1UyMTg
— One India News (@oneindianewscom) January 28, 2026
રિપોર્ટ અનુસાર, આ વિમાને દુર્ઘટના પહેલા બે વખત લેન્ડિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. પ્રત્યક્ષદર્શીઓ અને ફૂટેજ પરથી જાણવા મળે છે કે જમીન પર અથડાતાની સાથે જ વિમાન બે ભાગમાં તૂટી પડ્યું હતું. આ ભયાનક અકસ્માતમાં અજિત પવાર સહિત વિમાનમાં સવાર તમામ 5 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે.
અકસ્માત બાદ તરત જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. વિમાનમાં લાગેલી ભીષણ આગને કારણે તમામ મૃતકોના શબ સંપૂર્ણપણે બળી ગયા હતા, જેના કારણે તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ બની હતી. ઘટનાસ્થળે ભય અને શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું.
અજિત પવાર તેમના ગઢ ગણાતા બારામતીમાં ઉતરાણ કરવાના હતા, પરંતુ નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું. સત્તાવાર રીતે સવારે 8:46 વાગ્યે રેકોર્ડ થયેલી આ દુર્ઘટનાએ મહારાષ્ટ્રના રાજકારણમાં ક્યારેય ન પુરાય તેવી ખોટ પાડી છે. હાલ પોલીસ અને તપાસ એજન્સીઓ CCTV ફૂટેજના આધારે અકસ્માતના ટેકનિકલ કારણોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો
Like, Share and Subscribe our YouTube channel