ઘાટીમાં આતંકવાદીઓ વિરુદ્ધ સતત ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે આતંકવાદી પ્રવૃતિઓમાં સંડોવણી બદલ ચાર સરકારી કર્મચારીઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને તેમને નોકરીમાંથી બરતરફ કર્યા છે.
J&K government terminates four government employees from service in terms of sub-clause (c) of the proviso to clause (2) of Article 311 of the Constitution of India. The four employees include a doctor, a police constable, a teacher, and a lab bearer in the higher education… pic.twitter.com/djbTg3hSpU
— ANI (@ANI) November 22, 2023
સરકારની ચાર કર્મચારીઓ સામે મોટી કાર્યવાહી
ઘાટીમાં છેલ્લા ઘણા દિવસોથી આતંકવાદીઓ વિરુદ્ધ સેનાનું ઓપરેશન ચાલી રહ્યું છે અને આ ઓપરેશનમાં કેટલાય આતંકવાદી ઠાર કરવામાં આવ્યા છે ત્યારે હવે સરકારે ચાર સરકારી કર્મચારીઓ સામે આતંકવાદી પ્રવૃતીઓમાં સંડોવણી બદલ મોટી કાર્યવાહી કરતા તેમને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. બરતરફ કરાયેલા કર્મચારીઓમાં લેબોરેટરી આસિસ્ટન્ટ, SMHS હોસ્પિટલના મેડિસિનના આસિસ્ટન્ટ પ્રોફેસર, પોલીસ કોન્સ્ટેબલ અને એક શિક્ષકનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રશાસને ભારતના બંધારણની કલમ 311(2)(c)નો ઉપયોગ કરીને આ ચારેય કર્મચારીઓને બરતરફ કર્યા છે.
રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હતા
બરતરફ કરાયેલા ચારેય કર્મચારીઓ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હતા. UT પ્રશાસન દ્વારા આતંકવાદીઓના હાલના નેટવર્કને નષ્ટ કરવા માટે આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કોઈપણ આતંકવાદી કે તેના મદદગારોને બક્ષવામાં આવી રહ્યા નથી.