આજ રોજ સુરત જિલ્લા મધિયસ્થ કાર્યાલય બારડોલી ખાતે પ્રભારી ઉષા બેન પટેલ, સુરત જિલ્લા ભાજપના પ્રમુખ ભરતભાઈ રાઠોડની વિશેષ ઉપસ્થિતિમાં સુરત જિલ્લા ભાજપની કારોબારી યોજાય હતી. જેમાં રાજકીય પ્રસ્તાવ સર્વસમતીથી પસાર કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં મહામંત્રી જીગરભાઈ નાયકે સ્વાગત પ્રવચન કર્યું હતું.ત્યારબાદ મેરે ગાવ ચલો અભિયાન ના સહ સંયોજક જગદીશભાઈ પારેખે જણાવ્યું હતું.કે. પોલિટિકસ વિથ પોરફોરમન્સ,આત્મનિર્ભર ભારત, કલમ ૩૭૦ નાબૂદ થઇ, અંત્યોદય માં સ્વનિધિ નું યોગદાન , આયુષ્યમાંન ભારત, ૨૦૨૨ વિધાનસભા ચૂંટણીમાં ૧૫૬ બેઠક ઇતિહાસે જીત મેળવી, મલ્ટિપલ અભિયાન, સર્વ મંગલ યોજના, વિશે માહિતી આપી હતી.ત્યાર બાદ ૨૩- બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવા એ આગમી લોકસભાની ચૂંટણી માં ૫ લાખની લીડથી જીતવાની છે. તેના માટે તનતોડ મહેનત કરવા અપીલ કરી હતી.ત્યાર બાદ જિલ્લા પ્રમુખ ભરત ભાઈ રાઠોડએ જણાવ્યું હતું.કે. વિકસિત ભારત યાત્રા, કેન્દ્ર સરકારના યોજના , વિશ્વકર્મા યોજના, પ્રજામાં જઈએ તેમાં મોદી સાહેબની જ વાત કરતા છે. એ આપણે જે કામગીરી શોપવામાં આવે છે.તે નિષ્ઠાથી કરેલી કામગીરી ઓળખ છે .
વિધાનસભા દીઠ , સરલ એપ, નમો એપ, ડાઉનલોડ કરવીએ અને વિકસિત ભારતના બ્રાડ એમ્બેસેડર બનાંવા, પાર્ટીમાં આવનારા કાર્યક્રમોમાં કામ નિષ્ઠાથી કરવું, મતદાર નોંધણી કરાવી, ત્યાર બાદ પ્રભારી ઉષા બેન પટેલ,લોકસભાના અનુસંધાને મળી બેઠક, રાજ્ય અને કેન્દ્ર સરકાર ની સિદ્ધિઓ રજુ કરી, લાભાર્થીઓ સુધી પહોંચીને યોજનાનો અભ્યાસ કરીને માહિતી આપી તેનો લાભ આપવો, પ્રધામંત્રી આવાસ, સંસ્કૃતિની જાળવણી કરવી, સ્વવરચતા અભિયાન,અંગે માહિતી આપી હતી.
આ પ્રસંગે બારડોલી લોકસભા ના સાંસદ પ્રભુભાઈ વસાવા, ચોર્યાસી વિધાનસભા ના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ, બારડોલી વિધાનસભા ધરસભ્ય ઈશ્વરભાઈ પરમાર, પ્રદેશ મહિલા મોરચાના મહામંત્રી તૃપ્તિબેન વ્યાસ,પ્રદેશ આદિજાતિ મોરચાના અર્જૂનભાઈ ચૌધરી, જગદીશ ભાઈ પારેખ, રિદ્ધીબેંન પટેલ, યોગેશ ભાઈ પટેલ, વિશેષ ઉપસ્થિત રહ્યાં હતા.
પ્રભારી ઉષાબેન પટેલએ તેમજ મહામંત્રી રાજેશભાઈ પટેલ અને કિશનભાઇ પટેલે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.આ કારોબારી બેઠકમાં જિલ્લાના પદાધિકારીઓ, તથા અપેક્ષિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં..
રિપોર્ટર – તેજસ વશી (સુરત)