એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ રિલાયન્સ ગ્રૂપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અનિલ અંબાણીને રૂ. 17,000 કરોડના કથિત લોન ફ્રોડ કેસની તપાસના સબંધમાં સમન્સ મોકલ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર, અનિલ અંબાણીને 5 ઓગસ્ટના રોજ નવી દિલ્હીમાં આવેલા ઈડીના મુખ્ય મથક ખાતે હાજર થવા આદેશ આપ્યો છે. આ કાર્યવાહી ED દ્વારા અત્યાર સુધીની એક મહત્વપૂર્ણ કડી માનવામાં આવી રહી છે, જે રિલાયન્સ ગ્રૂપની અનેક સબસિડીયરીઝ અને સંબંધિત નાણાકીય વ્યવહારોની તપાસ સાથે જોડાયેલી છે.
अनिल अंबानी को ED ने भेजा समन
मुंबई में रिलायंस ग्रुप के अध्यक्ष अनिल अंबानी और उनके रिलायंस समूह की मुश्किलें लगातार बढ़ती जा रही है.
24 जुलाई को ED ने अनिल अंबानी की कंपनियों के खिलाफ छापेमारी की थी, जो कि कई दिनों तक चली थी.
अब प्रवर्तन निदेशालय ने उनको समन भेजा है.… pic.twitter.com/P8ygcnfOzL
— One India News (@oneindianewscom) August 1, 2025
વિશેષ ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે ED એ મની લોન્ડરિંગ રોકથામ અધિનિયમ (PMLA) હેઠળ રિલાયન્સ ગ્રૂપ સાથે જોડાયેલી 50 જેટલી કંપનીઓ અને 25 જેટલી વ્યક્તિઓ પર દરોડા પાડી હતી. આ દરોડાઓ મુખ્યત્વે મુંબઈ ખાતેના વિવિધ 35 સ્થળોએ ચાલ્યા હતા. આ દરોડાઓ 24 જુલાઈના રોજ કરવામાં આવ્યા હતા અને તેનો સીધો સંબંધ એ વખતે નોંધાયેલા બેંક લોન છેતરપિંડી કેસ સાથે હતો. છાણબિનમાં એવી પણ વિગતો બહાર આવી છે કે કેટલીક કંપનીઓ દ્વારા કરોડો રૂપિયાનું ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો તેમજ મંજુર કરાયેલા લોન ફંડના અન્ય હેતુઓ માટે ઉપયોગ જેવા આરોપો છે.
The Enforcement Directorate has summoned Anil Ambani for questioning as part of its ongoing probe into an alleged Rs 17,000-crore loan fraud case. He has been directed to appear at the ED headquarters in Delhi on August 5: Official Sources
— ANI (@ANI) August 1, 2025
CBI દ્વારા અગાઉ બે FIR નોંધાતા ED એ પણ તેની તપાસ શરૂ કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, તપાસ મુખ્યત્વે 2017થી 2019 વચ્ચે યસ બેંક દ્વારા અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રૂપ સાથે જોડાયેલી વિવિધ કંપનીઓને આપવામાં આવેલી આશરે 3,000 કરોડ રૂપિયાની લોનના ગેરપ્રયોગ અને ડાયવર્ઝન અંગે છે. વધુમાં, તપાસમાં આ આક્ષેપો પણ સામે આવ્યા છે કે લોન મંજૂરી પહેલાં યસ બેંકના પ્રમોટરોને કેટલાક નાણાકીય લાભ આપવામાં આવ્યા હતા. ED હવે આ સમગ્ર લોન-LAUCH માળખું કેવી રીતે ઘડાયું અને કોણ કોણ સામેલ છે તે બાબતોની ઘૂંસ-ભ્રષ્ટાચારની દૃષ્ટિએ તપાસ કરી રહી છે.
આ કેસ અનિલ અંબાણી માટે નાણાકીય અને કાનૂની રીતે ગંભીર પડકાર ઉભો કરી શકે છે, કારણ કે આ કાર્યવાહી દેશના બે મોટાં તપાસ એજન્સીઓ — CBI અને ED — દ્વારા ચલાવવામાં આવી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel