ગુજરાતના પવિત્ર પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે આજથી સોમનાથ સ્વાભિમાન પર્વનો ભવ્ય અને ઐતિહાસિક શુભારંભ થયો છે. 8થી 11 જાન્યુઆરી 2026 સુધી ચાલનારા આ ચાર દિવસીય ઉત્સવનું વિશેષ મહત્વ છે, કારણ કે તે 1026માં સોમનાથ પર થયેલા પ્રથમ આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થવા તથા 1951માં મંદિરના પુનર્નિર્માણના 75 વર્ષની ઉજવણી સાથે જોડાયેલો છે. પર્વની શરૂઆત સાથે જ સોમનાથ મહાદેવ મંદિર, સમગ્ર મંદિર પરિસર અને પ્રભાસ તીર્થ વિસ્તારને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યો છે, જેના કારણે સમગ્ર સોમનાથ ધામ દિવ્ય અને ભવ્ય આભા સાથે ઝળહળી ઉઠ્યું છે.
સોમનાથ સ્વાભિમાન પર્વ; સોમનાથ મંદિરની પાવન ભૂમિ પર ભવ્ય સાંસ્કૃતિક સંધ્યામાં ઇતિહાસ અને સંગીત એકસાથે ઝળહળ્યા…
આકાશમાં ઝગમગી ઉઠેલી રંગબેરંગી લાઈટ પવિત્ર મંદિરની ભવ્યતા, ભારતના અડગ સ્વાભિમાન, અખંડ આસ્થા અને શાશ્વત શૌર્યની ગાથા રજૂ કરશે…#SomnathSwabhimanParv @Somnath_Temple pic.twitter.com/psbrezioRD
— Gujarat Information (@InfoGujarat) January 8, 2026
આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી સોમનાથ ધામની મહાન વિરાસતને નમન કર્યું હતું. તેમણે લખ્યું હતું કે, “પાવન-પુનીત સોમનાથ ધામની ભવ્ય વિરાસત સદીઓથી જન-જનની ચેતનાને જાગૃત કરતી આવી છે. અહીંથી નીકળતી દિવ્ય ઊર્જા યુગ-યુગાંતર સુધી આસ્થા, સાહસ અને સ્વાભિમાનનો દીપ પ્રજ્વલિત કરતી રહેશે.” આ સાથે તેમણે સોમનાથની મહિમા વર્ણવતો સંસ્કૃત શ્લોક સાથેનો વિડિયો પણ શેર કર્યો હતો, જેમાં પ્રભાસ ક્ષેત્રની દૈવી ઊર્જા અને મોક્ષદાયક મહત્ત્વનું વર્ણન છે.
आदिनाथेन शर्वेण सर्वप्राणिहिताय वै।
आद्यतत्त्वान्यथानीयं क्षेत्रमेतन्महाप्रभम्।
प्रभासितं महादेवि यत्र सिद्ध्यन्ति मानवाः॥
અર્થાત, હે મહાદેવી, આદિનાથ સ્વરૂપ ભગવાન શિવે દરેક પ્રાણીઓના કલ્યાણ માટે પોતાના પરમતત્વમાંથી પ્રભાવશાળી પ્રભાસખંડને પ્રગટ કર્યો છે. આ ક્ષેત્ર દૈવીતેજથી પ્રકાશિત છે, જ્યાં મનુષ્ય, સિદ્ધિ, પુણ્ય તથા મોક્ષને પ્રાપ્ત કરે છે.
पावन-पुनीत सोमनाथ धाम की भव्य विरासत सदियों से जन-जन की चेतना को जागृत करती आ रही है। यहां से निकलने वाली दिव्य ऊर्जा युग-युगांतर तक आस्था, साहस और स्वाभिमान का दीप प्रज्वलित करती रहेगी।
आदिनाथेन शर्वेण सर्वप्राणिहिताय वै।
आद्यतत्त्वान्यथानीयं क्षेत्रमेतन्महाप्रभम्।
प्रभासितं… pic.twitter.com/Ffi0MuhZKo
— Narendra Modi (@narendramodi) January 9, 2026
સોમનાથ સ્વાભિમાન પર્વ દરમિયાન ધાર્મિક આસ્થા, ઇતિહાસ અને સાંસ્કૃતિક ગૌરવનો અદભૂત સંગમ જોવા મળશે. કાર્યક્રમ અંતર્ગત 3000 ડ્રોનનો મેગા ડ્રોન શો, 108 ઘોડાઓ સાથે શૌર્યયાત્રા અને ભવ્ય રોડ શો, 243 મંદિરોમાં સતત 72 કલાકનો ઓમકાર જાપ, 2500 ઋષિકુમારો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર, તેમજ 1000 કલાકારો દ્વારા શંખનાદ યોજાશે. સાથે સાથે 20 મોટા સ્ટેજ પર શિવ ભક્તિ, લોકસંગીત અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
સાંસ્કૃતિક કાર્યક્રમોની વાત કરીએ તો 9 જાન્યુઆરીએ રાજભા ગઢવી, કીર્તિ સાગઠીયા અને હાર્દિક દવે, જ્યારે 10 જાન્યુઆરીએ હંસરાજ રઘુવંશી, બ્રીજરાજ ગઢવી અને મયુર દવે જેવા જાણીતા કલાકારો પોતાની રજૂઆતો આપશે. ખાસ નોંધનીય છે કે 10 અને 11 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પ્રભાસ પાટણની મુલાકાત લેશે, જેના કારણે આ સ્વાભિમાન પર્વનું મહત્વ વધુ વધ્યું છે. કુલ મળીને, સોમનાથ સ્વાભિમાન પર્વ ભારતની આસ્થા, સંસ્કૃતિ અને અડગ સ્વાભિમાનનું ભવ્ય પ્રતીક બની રહ્યો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel