જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થયા બાદ લાંબા અંતરાલ પછી વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે. વિધાનસભાની ચૂંટણી માટે આજે પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. પ્રથમ તબક્કામાં રાજ્યની 24 વિધાનસભા બેઠકો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. જેમાં કાશ્મીરની 16 અને જમ્મુની આઠ સીટોનો સમાવેશ થાય છે.
#WATCH | Independent candidate from Pulwama Assembly Constituency, Mohammad Ayoub Mir says "I want to congratulate the Election Commission of India for starting the election progress in J&K after 10 years. It is my appeal to the voters that it is their right to cast their votes… pic.twitter.com/Val6amDo9h
— ANI (@ANI) September 18, 2024
ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત
પ્રથમ તબક્કાના મતદાન માટે સુરક્ષા દળો અને એજન્સીઓ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત ચૂંટણી પંચે વિસ્થાપિત કાશ્મીરી પંડિતો માટે પણ ખાસ વ્યવસ્થા કરી છે. દિલ્હી, જમ્મુ અને ઉધમપુરમાં વિસ્થાપિત કાશ્મીરી પંડિતો માટે વિશેષ મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. વિસ્થાપિત કાશ્મીરી પંડિતો માટે દિલ્હીમાં 4, જમ્મુમાં 19 અને ઉધમપુરમાં 1 વિશેષ મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે.
#WATCH | Jammu and Kashmir: Mohd Altaf Bhat, an Independent candidate from the Rajpora Assembly constituency backed by Engineer Rashid's Awami Ittehad Party cast his vote at a polling station in Zadoora, Pulwama pic.twitter.com/Op5kwMfLVQ
— ANI (@ANI) September 18, 2024
13 પક્ષો વચ્ચે હરીફાઈ
ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં કુલ ત્રણ તબક્કામાં મતદાન થવાનું છે. પ્રથમ તબક્કામાં 18મી સપ્ટેમ્બરે એટલે કે આજે મતદાન થઈ રહ્યું છે. બીજા તબક્કામાં 25 સપ્ટેમ્બરે અને ત્રીજા તબક્કામાં 1 ઓક્ટોબરે મતદાન થવાનું છે. આ તમામ તબક્કાના પરિણામો 8 ઓક્ટોબરે આવશે. 90 બેઠકો ધરાવતી વિધાનસભામાં 13 મુખ્ય પક્ષો વચ્ચે હરિફાઈ જોવા મળશે. પ્રાદેશિક પક્ષોમાં મહેબૂબા મુફ્તીની આગેવાની હેઠળની પીડીપી અને ઓમર અબ્દુલ્લાની આગેવાની હેઠળની નેશનલ કોન્ફરન્સ આ ચૂંટણીમાં મુખ્યરૂપે મેદાને છે. નેશનલ કોન્ફરન્સ મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને ચૂંટણી મેદાનમાં ઉતરી છે.
Polling for #Phase1 elections across 24 Assembly Constituencies in Jammu-Kashmir commences at 7AM tomorrow!
Check out the facts at a glance for #JKAssemblyElections phase-1#VoiceYourChoice 🇮🇳 #ReadyToVote#Elections2024 #ECI pic.twitter.com/V1L5FYlOhl
— Election Commission of India (@ECISVEEP) September 17, 2024
PM મોદીએ કરી વોટિંગ અપીલ
PM મોદીએ જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીના પ્રથમ તબક્કાની શરૂઆત થતાં જ લોકોને મતદાન કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું, ‘જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની શરૂઆત સાથે, હું આજે મતદાન કરનાર તમામ મતવિસ્તારના લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવા અને લોકશાહીની ઉજવણીને મજબૂત કરવા વિનંતી કરું છું. હું ખાસ કરીને યુવા અને પ્રથમ વખતના મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા વિનંતી કરું છું.