તારીખ 5/9/2025 ના રોજ સક્ષમ ગુજરાત નડીયાદ તથા ભારત વિકાસ પરિષદ સંયુક્ત ઉપક્રમે નેત્રદાન પખવાડિયા ની ઉજવણી નિમિતે નેત્રદાન જન જાગરણ રેલીનું આયોજન કરેલ. આ રેલીની સંતરામ મંદિર ના પૂજ્ય નિર્ગુણદાસ મહારાજે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવેલ .
આ રેલીમાં સક્ષમ ગુજરાત પ્રાંત ના પ્રમુખ પ્રફુલભાઈ પટેલ તથા ખેડા જિલ્લા શક્ષમ અધ્યક્ષ સંદિપભાઈ જોશી દ્વારા નેત્રદાન ના મહત્વ વિશે સમજણ આપેલ જેમાં મૃત્યુ પછી દરેક વ્યક્તિ પોતાની આંખો નું દાન કરી બે (૨) દ્રષ્ટિ હીન લોકોના જીવન માં નવો પ્રકાશ લાવી શકે છે તેમજ ચક્ષુ બેન્ક એન ડી દેસાઇ હોસ્પીટલમાં શરૂ થઈ ગઈ છે .
આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ ના પ્રમુખ ભાવેશભાઇ રાઠોડ દ્વારા “જીતે જીતે રક્ત દાન, જાતે જાતે નેત્રદાન ” “નેત્રદાન શ્રેષ્ઠદાન” ના સૂત્ર દ્વારા બધા ને નેત્રદાન કરવા અપીલ.કરી હતી.
આ પ્રસંગે સક્ષમ દિવ્યાંગ થેરપી , ભારત વિકાસ પરિષદ ના તમામ હોદેદારો તથા સભ્યો તેમજ જુદી જુદી સંસ્થાના પ્રતિનિધિઓ તથા સભ્યો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.
રિપોર્ટર – જયનાદ ભટ્ટ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel