ઝારખંડના પવિત્ર ધાર્મિક સ્થળ દેવઘરમાં મંગળવારે વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં 18 કાવડિયાઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ દુર્ઘટનામાં વધુમાં વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર, તમામ કાવડિયાઓ બાબા બૈજનાથ ધામ, દેવઘરમાં જલાભિષેક કરી દુમકા જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ બાસુકીનાથ મંદિરે જલાર્પણ માટે જઈ રહ્યા હતા. મુસાફરી દરમિયાન મોહનપુર પોલીસ સ્ટેશનના જમુનિયા વિસ્તારમાં તેમની બસની ટક્કર એક LPG સિલિન્ડર ભરેલા ટ્રક સાથે થઇ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે પાંચ શ્રદ્ધાળુઓનું મોત ઘટનાસ્થળે જ થયું હતું, જ્યારે બાકીની મૃત્યુદંડ ઘટનાના થોડા સમય પછી સારવાર દરમ્યાન થયો હોવાની શક્યતા છે.
एक और दुखद खबर
झारखंड के देवघर में एक बस और गैस सिलेंडर ले जा रहे ट्रक की टक्कर में 18 कांवड़ियों की मौत
कई अन्य लोग इस भयानक दुर्घटना में घायल। प्रार्थनाएँ #DeogharAccident #BusTruckCollision #KanwariyaTragedy #JharkhandCrash
[ Deoghar, Jharkhand, Kanwariyas, bus,… pic.twitter.com/SIrZprBbbj
— One India News (@oneindianewscom) July 29, 2025
દુર્ઘટનાની જાણ મળતા જ પોલીસ અને વહીવટીતંત્ર તરત જ હરકતમાં આવ્યું હતું. રાહત અને બચાવ કામગીરી માટે પોલિસની ટીમો ઘટનાસ્થળે પહોંચીને ઘાયલ થયેલ શ્રદ્ધાળુઓને તાત્કાલિક રીતે વાહનોમાંથી બહાર કાઢી એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ઘાયલોની સ્થિતિ ગંભીર હોવાથી મૃત્યુઆંકમાં હજુ પણ વધારો થવાની ભીતિ છે.
આ દુર્ઘટનાને લઈ દેવઘરના સાંસદ નિશિકાંત દુબેએ પોતાનો શોક વ્યક્ત કરતા X (પૂર્વે Twitter) પર પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું: “મારા લોકસભા મતવિસ્તાર દેવઘરમાં શ્રાવણ મહિનાની પાવન કાવડ યાત્રા દરમિયાન બસ અને ટ્રક વચ્ચે થયેલી અકસ્માતમાં 18 શ્રદ્ધાળુઓના કરુણ મોતની દુ:ખદ માહિતી છે. ભગવાન બાબા વૈદ્યનાથજી તેમના પરિવારોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.” તેમનો સંદેશ સમગ્ર ઘટના પર ગહન શોક વ્યક્ત કરે છે.
मेरे लोकसभा के देवघर में श्रावण मास में कांवर यात्रा के दौरान बस और ट्रक के दुर्घटनाग्रस्त होने के कारण 18 श्रद्धालुओं की मौत हो गई है । बाबा बैद्यनाथ जी उनके परिजनों को दुख सहने की शक्ति प्रदान करें
— Dr Nishikant Dubey (@nishikant_dubey) July 29, 2025
અત્યાર સુધી મળેલી વિગતો મુજબ, દુર્ઘટનાગ્રસ્ત મુસાફરો બિહારના બેતિયા અને ગયા જિલ્લાઓના રહેવાસી હતા. શ્રાવણ મહિનામાં દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ કાવડ યાત્રા માટે બાબા ધામમાં આવે છે, ત્યારે આવા દુર્ઘટનાત્મક બનાવ તંત્ર માટે પણ એક ગંભીર ચેતવણીરૂપ છે. હાલ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ સ્થાનિક પ્રશાસને તપાસ શરૂ કરી છે અને મૃતકોના પરિવારજનોને જાણ કરવા તેમજ સરકારી સહાય ઉપલબ્ધ કરાવવા માટે કામગીરી હાથ ધરી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel