24 સપ્ટેમ્બરે લદ્દાખમાં થયેલી હિંસક ઘટનાઓ બાદ સોનમ વાંગચુકના NGO SECMOL (Students’ Educational and Cultural Movement of Ladakh) સામે કેન્દ્ર સરકારે કડક પગલું ભર્યું છે. ગૃહ મંત્રાલયે SECMOLનું FCRA (Foreign Contribution Regulation Act) લાયસન્સ રદ કરવાની જાહેરાત કરી છે, જેનાથી હવે આ સંસ્થા વિદેશી ફંડ્સ મેળવી શકશે નહીં. સરકારના આદેશ અનુસાર, સોનમ વાંગચુકના ભાષણોમાં બાંગ્લાદેશ અને નેપાળના પ્રદર્શનોનો ઉલ્લેખ હતો, જેનાથી લેહમાં થયેલા વિરોધ પ્રદર્શનો વધુ ઉગ્ર બન્યા હતા અને હિંસા ભડકી હતી. આ પૃષ્ઠભૂમિમાં CBIએ FCRA નિયમોના ઉલ્લંઘન માટે SECMOL સામે તપાસ શરૂ કરી હતી, જેના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે.
लद्दाख हिंसा के बाद, वांगचुक के NGO का FCRA लाइसेंस रद्द
नई दिल्ली, 26 सितंबर 2025: लद्दाख हिंसा के एक दिन बाद, सरकार ने सोनम वांगचुक के एनजीओ, SECMOL का FCRA लाइसेंस रद्द कर दिया।
20 अगस्त को शो कॉज नोटिस और 10 सितंबर को पत्र के बाद यह कार्रवाई की गई।
आरोप है कि एनजीओ ने… pic.twitter.com/JYZFy4SGEo
— One India News (@oneindianewscom) September 26, 2025
સરકારે જાહેર કરેલા આદેશ મુજબ, SECMOLને 20 ઓગસ્ટ 2025ના રોજ શો-કોઝ નોટિસ મોકલવામાં આવી હતી, જેમાં અનેક નાણાકીય અનિયમિતતાઓના આક્ષેપો હતા. સંસ્થાએ 19 સપ્ટેમ્બર 2025ના રોજ જવાબ આપ્યો હતો, પરંતુ ગૃહ મંત્રાલયે તેને અસંતોષકારક ગણાવ્યો. તપાસમાં જાણવા મળ્યું કે SECMOLએ FCRAના અનેક નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. ઉદાહરણરૂપે, NGOએ ₹3.5 લાખની રકમ પોતાના FCRA એકાઉન્ટમાં જમા કરી હતી, જેનો સ્ત્રોત એક જૂની બસના વેચાણથી મળ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. નિયમો અનુસાર આવી રકમ પણ ફરજિયાત FCRA એકાઉન્ટમાં જમા કરવી પડે છે, પરંતુ રકમ કેશમાં પ્રાપ્ત થઈ હતી અને તેના સચોટ ખુલાસા કરવામાં આવ્યા ન હતા, જે સેક્શન 17 અને 18નો ભંગ છે. એ જ રીતે, ત્રણ વ્યક્તિઓએ કુલ ₹54,600 FCRA એકાઉન્ટમાં જમા કર્યા હતા, જેને વોલન્ટિયર્સના રહેવા-જમવાના ખર્ચ તરીકે દર્શાવવામાં આવ્યું, પરંતુ આ રકમ ખોટી રીતે FCRA ફંડ તરીકે દાખલ થઈ.
Sonam Wangchuk’s NGO has finally had its FCRA license cancelled — a step that should have been taken long ago. Even back in 2007, when BJP was not in power at the Centre or in J&K, the government had flagged several violations by him and made sharp observations. The record speaks… pic.twitter.com/SoKWiNCPNu
— Amit Malviya (@amitmalviya) September 25, 2025
વધુ ગંભીર બાબત એ હતી કે એક સ્વીડિશ સંસ્થાએ નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન SECMOLને શિક્ષણ અને “સ્વાયત્તતા” જેવા મુદ્દાઓ માટે ₹4,93,205ની રકમ ફાળવી હતી. ગૃહ મંત્રાલયના મત પ્રમાણે આ પ્રકારના હેતુઓ માટે વિદેશી ફંડ્સ સ્વીકારવાનું FCRAના સેક્શન 12(4)(f)(i) હેઠળ પ્રતિબંધિત છે, કારણ કે તે દેશની સ્વાયત્તતા અને સુરક્ષાને અસર કરી શકે છે. આ રકમના ખુલાસામાં પણ ગેરરીતિઓ જણાઈ, જે સેક્શન 18 અને 19નો ભંગ ગણાયો.
આ ઉલ્લંઘનોને આધારે ગૃહ મંત્રાલયે 25 સપ્ટેમ્બર 2025ના રોજ આદેશ જાહેર કરીને SECMOLનું FCRA રજિસ્ટ્રેશન નંબર 152710012R રદ કર્યું. આ નિર્ણયથી SECMOL હવે વિદેશી દાતાઓ પાસેથી કોઈ પણ પ્રકારના ફંડ્સ મેળવી શકશે નહીં, જે તેના શૈક્ષણિક અને સામાજિક પ્રોજેક્ટ્સ માટે મોટો ઝટકો છે.
રાજકીય પ્રતિસાદમાં ભાજપના નેતા અમિત માલવિયાએ આ નિર્ણયને યોગ્ય ગણાવ્યો અને જણાવ્યું કે આ કાર્યવાહી ઘણા સમય પહેલા થવી જોઈએ હતી. તેમણે 2007માં જ લેહ વહીવટીતંત્ર દ્વારા SECMOL પર લગાવવામાં આવેલા ગંભીર આક્ષેપોનું ઉલ્લેખ કર્યો, જેમાં સરકારી જમીન પર કબજો, ચાઇના સહિત વિદેશી તત્વો સાથેના સંબંધો, વિદેશી ફંડ્સનો દુરુપયોગ, અને સ્થાનિક વહીવટીતંત્ર પર દબાણ જેવા આક્ષેપો સામેલ હતા.
સોનમ વાંગચુકે આ આક્ષેપોને રાજકીય પ્રેરિત ગણાવ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેમના દ્વારા થયેલી નાણાકીય ભૂલો યાદચ્છિક હતી અને કોઈ દેશવિરોધી ઈરાદો ન હતો. તેમણે લદ્દાખમાં થયેલી હિંસા માટે ખેદ વ્યક્ત કરતાં જણાવ્યું કે તેમની લડત માત્ર લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો અને છઠ્ઠા શેડ્યૂલ હેઠળ સ્વાયત્તતા મેળવવા માટે છે. તેમનો દાવો છે કે આ પગલું તેમના શાંતિપૂર્ણ આંદોલનને દબાવવા માટે છે. હાલ આ મામલો રાજકીય અને કાનૂની બંને સ્તરે ચર્ચાનો વિષય છે અને આવનારા દિવસોમાં તેના વધુ રાજકીય તેમજ કાનૂની પરિબળો સામે આવી શકે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel