જામનગરમાં આમ આદમી પાર્ટીની એક જાહેર સભા દરમિયાન થયેલી ઘટનાએ રાજકીય માહોલમાં ચકચાર મચાવી છે, જ્યાં પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર સભા વચ્ચે જ એક અજાણ્યા વ્યક્તિએ જૂતું ફેંક્યું હતું. ગોપાલ ઈટાલિયા સ્ટેજ પર ઉભા રહીને ભાષણ કરી રહ્યા હતા ત્યારે અચાનક એક વ્યક્તિ સ્ટેજની નજીક આવ્યો અને પોતાનું જૂતું કાઢીને સીધું ગોપાલ તરફ ફેંકી દીધું.
સદભાગ્યે જૂતું ગોપાલને વાગ્યું નહીં અને તેમની બાજુમાંથી પસાર થઈ ગયું, પરંતુ આ અચાનક બનેલી ઘટનાથી સ્ટેજ પર હાહાકાર મચી ગયો હતો. ગોપાલ કંઈ સમજે તે પહેલાં જ સ્ટેજ પર લોકો ભેગા થઈ ગયા હતા અને પરિસ્થિતિ અસ્તવ્યસ્ત બની હતી. ઘટના પછી સભામાં હાજર ‘આપ’ સમર્થકોએ જૂતું ફેંકનાર વ્યક્તિને પકડીને માર માર્યો હોવાની માહિતી પણ બહાર આવી છે. ત્યારબાદ તુરંત હાજર પોલીસકર્મીઓએ દખલ આપી પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી.
આ ઘટના વિશેષ ધ્યાન ખેંચે છે કારણ કે વર્ષો પહેલાં ગોપાલ ઈટાલિયા પોતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સમયે તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર આ જ રીતે જૂતું ફેંકીને ચર્ચામાં આવ્યા હતા. હવે તેમના ઉપર જ આવી ઘટનાની પુનરાવર્તન થવાથી રાજકીય ક્ષેત્રે અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. હાલ ‘આપ’ પક્ષ અથવા ગોપાલ ઈટાલિયાની સત્તાવાર પ્રતિક્રિયા ઘટનાને લઈને આવી નથી.
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel