ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ તેમના બે દિવસના દિલ્હી પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે શુભેચ્છા મુલાકાત લીધી. આ મુલાકાત દરમિયાન મુખ્યત્વે રાજ્યના વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને વન સંરક્ષણ, પર્યાવરણ સંબંધિત યોજનાઓ અને નવીન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને કેન્દ્ર સરકાર તરફથી ટેકો મળવો મહત્વનો મુદ્દો રહ્યો.
મોઢવાડિયાએ વડાપ્રધાન ઉપરાંત અન્ય કેન્દ્રીય મંત્રીઓ સાથે પણ મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. તેમણે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે બેઠક કરી, તેમજ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી સાથેની બેઠક સૌથી મહત્વપૂર્ણ રહી, જેમાં ગુજરાતના નેશનલ હાઈવે અને માર્ગ પરિવહન સંબંધિત પ્રોજેક્ટ્સ અંગે વિશદ ચર્ચા થઈ.
વિશેષ રૂપે, દ્વારકા-સોમનાથ હાઈવેમાં સર્વિસ રોડની સુવિધા અંગે મોઢવાડિયાએ વિસ્તૃત રજૂઆત કરી, જે પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને મોટા પાયે લાભ પૂરો પાડી શકે તેવા ઉદ્દેશ સાથે કરવામાં આવી હતી. આ તમામ બેઠકમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત રહ્યા.
આ દિલ્હી પ્રવાસના માધ્યમથી મોઢવાડિયા એ રાજ્યના વન, પર્યાવરણ અને માર્ગ વિકાસ સંબંધિત યોજનાઓને કેન્દ્ર સરકારના દરવાજા સુધી પહોંચાડીને વધુ વેગ અને ટેકો મેળવવાનો પ્રયાસ કર્યો છે. આ મુલાકાત ગુજરાતના વિકાસ માટે અને પ્રોજેક્ટ્સના સમયસર અમલ માટે મહત્વપૂર્ણ ગણાઈ રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel