પાંચતલાવડા ગામની શાળામાં બાળકોને આરોગ્ય જાગૃતિનાં પાઠ ભણાવાયાં. સણોસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંતર્ગત થયેલ આયોજન દ્વારા ગામમાં આરોગ્ય તકેદારી હેતુ યાત્રા પણ યોજાયેલ.
સિહોર તાલુકાનાં સણોસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંતર્ગત પાંચતલાવડા ગામે વાહક જન્ય અને પાણી જન્ય રોગ સામે અટકાયતી પગલાં માટે વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી.
આરોગ્ય કેન્દ્રના નિરીક્ષક મિતેશભાઈ ગોસ્વામી દ્વારા વિદ્યાર્થીઓને વિગતે તકેદારી હેતુ સમજાવવામાં આવેલ. અહીંયા આરોગ્ય કાર્યકર વિજયભાઈ ચારણિયા આ આયોજનમાં રહ્યાં.
પાંચતલાવડા ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય મગનભાઈ પરમારના સંકલન સાથે આરોગ્ય વિભાગ દ્વારા બાળકોને આરોગ્ય જાગૃતિનાં પાઠ ભણાવાયાં. શાળા શિક્ષકગણ રચનાબેન ઓધારિયા, શિલ્પાબા ગોહિલ તથા મેહુલભાઈ ઠંઠ દ્વારા વિદ્યાર્થી બાળકોને આરોગ્ય સંદર્ભે તકેદારી રાખવામાં આવે જ છે.
સરપંચ બાલાભાઈ ડાંગરની ઉપસ્થિતિ સાથે આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં આરોગ્ય તકેદારી હેતુ યાત્રા પણ યોજાયેલ, જેમાં બાળકોએ આરોગ્ય જાગૃતિ સંદર્ભે સૂૂત્રો ઉચ્ચાર્યા હતાં.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel