દિલ્હી હાઇકોર્ટે 2020ના દિલ્હીના હિંદુવિરોધી રમખાણોના કેસમાં એક મોટો નિર્ણય આપતાં ઉમર ખાલિદ અને શરજીલ ઇમામ સહિત કુલ નવ આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી છે. મંગળવાર, 2 સપ્ટેમ્બરના રોજ જસ્ટિસ નવીન ચાવલા અને જસ્ટિસ શલિન્દર કૌરની ખંડપીઠે આ મામલે સુનાવણી પૂર્ણ કરી પોતાના આદેશમાં જણાવ્યું કે હાલ આ આરોપીઓને જામીન પર મુક્ત કરવાની કોઈ જ યોગ્યતા નથી.
જામીનથી વંચિત કરાયેલા આરોપીઓમાં મુખ્ય ચહેરાઓ શરજીલ ઇમામ અને ઉમર ખાલિદ સિવાય મોહમ્મદ સલીમ ખાન, શિફા-ઉર-રહેમાન, અતહર ખાન, મીરાં હૈદર, શાદાબ અહમદ, અબ્દુલ ખાલિદ સૈફી અને ગુલફિશા ફાતિમાનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ હાલ તિહાડ જેલમાં બંધ છે અને તેમના વિરુદ્ધ ચાલતા ટ્રાયલમાં ગંભીર આરોપો દાખલ કરવામાં આવ્યા છે.
The Bench has assembled.
— Bar and Bench (@barandbench) September 2, 2025
ફેબ્રુઆરી 2020માં નાગરિકતા સુધારા કાયદા (CAA)ના વિરોધની આડમાં હિંસા ફાટી નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં હિંદુઓ પર હુમલા, જાનમાલનું નુકસાન અને દંગા સર્જાયા હતા. તપાસ એજન્સીઓના મુજબ, આ હિંસા કોઈ આકસ્મિક ઘટના ન હતી, પરંતુ તેને માટે સુનિયોજિત ષડયંત્ર રચવામાં આવ્યું હતું. આ ષડયંત્રમાં જ શરજીલ ઇમામ અને ઉમર ખાલિદ જેવા લોકોની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હોવાનું આક્ષેપ છે.
ટ્રાયલ કોર્ટે અગાઉ જ તેમની જામીન અરજીને નામંજૂર કરી હતી, જેના પછી આરોપીઓએ હાઇકોર્ટમાં અપીલ કરી હતી. પરંતુ હાઇકોર્ટે પણ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કેસની ગંભીરતા અને આરોપોની તીવ્રતા જોતા તેમને જામીન આપવી યોગ્ય નથી. આ નિર્ણય સાથે હવે આરોપીઓને જેલમાં જ રહીને આગળની કાર્યવાહીનો સામનો કરવો પડશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel