બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતી સમુદાય પર હિંસા અને હત્યાના બનાવો સતત વધતા જઈ રહ્યા છે. તાજી ઘટના મયમનસિંહ જિલ્લાના ભાલુકા ઉપજિલ્લામાં બની, જ્યાં એક ગારમેન્ટ ફેક્ટરીમાં સુરક્ષા ફરજ પર તૈનાત હિન્દુ સમુદાયના અંસાર સભ્ય બજેન્દ્ર બિસ્વાસ (42)ને તેમના જ સાથી કર્મચારીએ ગોળી મારીને હત્યા કરી દીધી. ઘટનાની જાણ મુજબ, આ ઘટના 29 ડિસેમ્બર (સોમવાર) સાંજે આશરે 6:45 વાગ્યે ‘સુલ્તાના સ્વેટર્સ લિમિટેડ’ ફેક્ટરીના અંસાર બેરેકમાં થઈ હતી. બજેન્દ્ર બિસ્વાસ અને આરોપી નોમાન મિયા (29) બંને ત્યાં ફરજ પર હતા. વાતચીત દરમિયાન, નોમાન મિયાએ પોતાની સરકારી શૉટગન બજેન્દ્ર તરફ તાકી અને અચાનક ગોળી છૂટતાં બજેન્દ્રની ડાબી જાંઘમાં લાગી. ગંભીર સ્થિતિમાં તેમને નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા.
આ ઘટનાને લઈને સ્થાનિક લોકોએ એવો આક્ષેપ કર્યો છે કે ભૂતપૂર્વી હિન્દુ સમુદાય પર હુમલાઓની શ્રેણીનો ભાગ હોઈ શકે છે. આરોપી બનાવને ‘મજાક’ ગણાવીને બચાવ કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ આ હિંસક કૃત્ય પાછળ કોઈ ઊંડું કાવતરું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બજેન્દ્ર બિસ્વાસ સિલ્હટ સદરના કાદિરપુર ગામના વતની હતા અને તેમના પરિવાર માટે એકમાત્ર કમાઉ સભ્ય હતા. પોલીસે આરોપી નોમાન મિયાને ઝડપી તેના હાથમાંથી શૉટગન જપ્ત કરી તપાસ ચાલુ રાખી છે.
ગત 11 દિવસમાં આ વિસ્તારમાં હિન્દુ સમુદાયના અન્ય સભ્ય પર પણ ભયાનક હિંસાનો બનાવ નોંધાયો હતો. 18 ડિસેમ્બરે ભાલુકા વિસ્તારમાં દીપુ ચંદ્ર દાસ નામના હિન્દુ યુવકને નિર્વસ્ત્ર કરી, ઢોર માર મારી અને જીવતા સળગાવી દીધા હતા. આ સિવાય, સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનો હિન્દુઓ વિરુદ્ધ હિંસા અને હત્યાના વધતા બનાવોને લઈ ગંભીર ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. તેઓનું માનવું છે કે ઘણા કિસ્સામાં કડક કાર્યવાહી ન થવાને કારણે આરોપીઓમાં હોસલો વધ્યો છે, અને આ તાજી ઘટના લઘુમતી સમુદાયમાં ભયનો માહોલ પેદા કરી રહી છે. આ મામલે આંતરરાષ્ટ્રીય સ્તરે તપાસની પણ માંગ ઊભી થઈ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel