યોગ્ય વ્યકિતનું, યોગ્ય સ્થાને અને યોગ્ય સંસ્થા દ્વારા સન્માન એ ઉચિત સન્માન છે, તેમ મોરારિબાપુએ ગોપનાથમાં આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ દ્વારા કવિ હર્ષ બ્રહ્મભટ્ટને ‘નરસિંહ મહેતા સન્માન’ અર્પણ કરતી વેળાએ જણાવ્યું.
શરદપૂર્ણિમા અને વાલ્મિકી જયંતિ પર્વે નરસિંહ મહેતાની સાધનાભૂમિ ગોપનાથ મહાદેવ સાનિધ્યમાં આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ દ્વારા સાહિત્યકારો રસિકોની ઉપસ્થિતિમાં કવિ હર્ષ બ્રહ્મભટ્ટને ‘નરસિંહ મહેતા સન્માન’ અર્પણ થયેલ.
આ સન્માન અર્પણ કરતી વેળાએ મોરારિબાપુએ સન્માન મહાત્મ્ય રજૂ કરતાં જણાવ્યું કે, યોગ્ય વ્યકિતનું, યોગ્ય સ્થાને અને યોગ્ય સંસ્થા દ્વારા સન્માન એ ઉચિત સન્માન છે. શરદપૂર્ણિમા, તથા વાલ્મિકી જયંતી, નરસિંહ મહેતા ભૂમિ ગોપનાથ તીર્થ સ્થાન એમ થયેલો સંયોગ એ ઉચિત ગણાવી સન્માનિત કવિ હર્ષ બ્રહ્મભટ્ટને શુભકામના પાઠવી.
આ સમારોહ પ્રસંગે રઘુવીર ચૌધરીએ ગુજરાતી કવિતાના વંદનાના આ અવસરે મોરારિબાપુ એ સાધ્ય અને સાધન બનીને સહયોગી બની રહ્યાનો રાજીપો જણાવ્યો. તેઓએ સન્માનિત હર્ષ બ્રહ્મભટ્ટની રચનામાં સામાજિક દાયિત્વ અને મનોવૈજ્ઞાનિક સમજણ રહ્યાનું કહ્યું.
સન્માનિત કવિ હર્ષ બ્રહ્મભટ્ટ દ્વારા પ્રતિભાવ કાવ્યપાઠ પ્રસ્તુત થયો અને તેઓએ કવિકર્મ તો તેના કામ સાથે હોય છે તેમ જણાવી ગોપનાથ સ્થાનમાં સન્માન મળ્યાનો હર્ષ વ્યક્ત કર્યો.
પ્રણવ પંડ્યાના સંચાલન સાથેના આ કાર્યક્રમમાં હરિશ્ચંદ્ર જોષીએ સ્વરગાન દ્વારા સન્માનિત કવિની રચના ગાન થયું. વિનોદ જોષીએ કવિ કર્મ સંદર્ભે પ્રાસંગિક વાત કરી.
નરસિંહ મહેતાના સ્મરણ સાથેના આ પ્રસંગમાં ભાવનગરની ઓમશિવ સંસ્થાના નીતિન
દવેના માર્ગદર્શનમાં આજની ઘડી રળિયામણી રજૂ થયેલ.
આ સન્માન ચયન સમિતિમાં તુષાર શુક્લ, છેલભાઈ વ્યાસ તથા દલપતભાઈ પઢિયાર રહેલ. આજના આ પ્રસંગે સાહિત્યકારો વિદ્વાનો અને ભાવુકો મોટી સંખ્યામાં જોડાયાં હતા.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel