રામકથા ગાન માત્ર વચનાત્મક નહીં રચનાત્મક બને તેમ જ રામકથા એટલે સનાતન સંસ્કૃતિ અને સાંસ્કૃતિક ઉપક્રમ પણ રહે તેમ ગોપનાથ મહાદેવના સાનિધ્યમાં ગીત સંગીત સાથે કથાગાનનો મોરારિબાપુ દ્વારા લાભ મળી રહ્યો છે.
પ્રદેશ, દેશ અને દુનિયા… સર્વત્ર સનાતન ધર્મ સંદેશની રામકથા યાત્રા દ્વારા મોરારિબાપુ ગુજરાતી, હિન્દી કે અન્ય ભાષાના ભાવિકો અને ભાવુકોને આકર્ષી રહ્યાં છે. આ સાથે રામકથા ગાન માત્ર વચનાત્મક નહીં રચનાત્મક બને તેમ જ રામકથા એટલે સનાતન સંસ્કૃતિ અને સાંસ્કૃતિક ઉપક્રમ પણ રહે તેમ પ્રસાર કરી રહ્યાં છે.
તુલસીદાસજીનાં રામચરિત માનસ કેન્દ્રમાં રાખી અવનવા વિચાર સંદેશાઓ સમગ્ર સમાજને મળી રહ્યાં છે. ગોપનાથ મહાદેવના સાનિધ્યમાં ‘માનસ ગોપનાથ’ અંતર્ગત ગીત સંગીત સાથે ગાનનો મોરારિબાપુ દ્વારા લાભ મળી રહ્યો છે.
સ્થાનિક લોકસાહિત્ય અને લોકસંસ્કૃતિ સાથે સત્સંગ તો ખરો જ, લોકગીત અને લોકજીવન પર પણ અહીંથી ખૂબ ખૂબ મળતું રહે છે. વ્યાસપીઠ પરથી કોઈ વાર ગાન લલકાર તો વળી વ્યાસપીઠ પરથી સહજ ભાવે જ ઊર્મિસભર રીતે નીચે ઊતરીને રાસ ગરબાના તાલ પણ લેવાતાં રહે છે.
મોરારિબાપુના સંગીતવૃંદમાં પણ સંગીતના જાણતલ ગાયકો અને સંગીતકારો સધિયારો આપી રહ્યા છે. સંગીતવૃંદમાં પંકજભાઈ ભટ્ટ (ગાયન અને તબલા), ગજાનન સાળુકે (શરણાઈ), કીર્તિભાઈ લીંબાણી (ગાયન ), દિલાવરભાઈ સમા (ગાયન), હિતેશગિરી ગોસાંઈ સાથે ઘણીવાર મહેમાન કલાકાર સંગીત જાણતલને મોરારિબાપુ ભાવ આગ્રહ સાથે સંગતમાં જોડતાં રહે છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel