click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: સલાયામાં ઈમિગ્રેશન સમસ્યા : 40 વહાણ અટક્યાં, ₹1000 કરોડનો વેપાર સ્થગિત
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > સલાયામાં ઈમિગ્રેશન સમસ્યા : 40 વહાણ અટક્યાં, ₹1000 કરોડનો વેપાર સ્થગિત
Gujarat

સલાયામાં ઈમિગ્રેશન સમસ્યા : 40 વહાણ અટક્યાં, ₹1000 કરોડનો વેપાર સ્થગિત

ગુજરાતમાં 200થી 1000 ટનની ભાર વહન શકિત ધરાવતા લાકડાના 280 યાંત્રિક વહાણો મુખ્યત્વે વિદેશમાં ભારતીય માલનું પરિવહન કરવામાં જોડાયેલા છે, જેમાં સલાયા, મુંદ્રા, પોરબંદર, માંડવી અને બેડી બંદરના વહાણોનો સમાવેશ થાય છે. એમાં એકલા સલાયાના 150 વહાણો કાર્યરત છે.

Last updated: 2025/09/18 at 12:32 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

ગુજરાતમાં 200થી 1000 ટનની ભાર વહન શકિત ધરાવતા લાકડાના 280 યાંત્રિક વહાણો મુખ્યત્વે વિદેશમાં ભારતીય માલનું પરિવહન કરવામાં જોડાયેલા છે, જેમાં સલાયા, મુંદ્રા, પોરબંદર, માંડવી અને બેડી બંદરના વહાણોનો સમાવેશ થાય છે. એમાં એકલા સલાયાના 150 વહાણો કાર્યરત છે. તાજેતરમાં દરિયામાં જવાની છુટ મળતા જ સલાયાના વહાણો ક્રમે ક્રમે સૌરાષ્ટ્રના જુદાં જુદાં બંદરોએથી માલ ભરીને વિદેશમાં જવા લાગ્યા છે પરંતુ તાજેતરમાં સલાયાના વહાણોની ઈમિગ્રેશન પ્રક્રિયા અચાનક કોઈ કારણ વગર બંધ કરી દેવામાં આવતા સલાયાના 40 વહાણો પોરબંદર, મુંદ્રા જતા અટકી જતાં આશરે એક હજાર કરોડનો વિદેશ વેપાર સ્થગિત થઈ ગયો છે.

ઈન્ડિયન સેલિંગ વેસલ્સ એસોસિએશનના પ્રમુખ આદમભાઈ ભાયાના જણાવ્યા મુજબ, વિદેશમાં જતાં હોય એ વહાણોને સલાયા બંદર છોડીને જો ભારતના કોઈ બંદરે જવું હોય કે વિદેશના બંદરે જવું હોય તો ઈમિગ્રેશન પ્રોસેસ કરવી પડે છે. આ માટે સૌરાષ્ટ્રન જુદા જુદા બંદરોની જેમ સલાયામાં પણ 2015ની સાલથી ઈમિગ્રેશન પ્રોસેસ ચાલતી હતી. આ માટે ઓખા અને સલાયામાં સી ચેકપોસ્ટ બનાવવામાં આવી હતી. તાજેતરમા દરિયાઈ વેકેશન પુરૂ થતાં તા. 1 સપ્ટેમ્બરે 4થી 5 વહાણો માલ ભરીને વિદેશ રવાના થયા હતા. એ પછી સલાયામાં ઈમિગ્રેશન પ્રોસેસ પાવર ખેંચાઈ જતાં સિકકામાંથી કામગીરી કરાતી હતી અને એ પછી ત્યાંથી રાજકોટ આઈ.બી. વિભાગને આ પાવર સોંપાયો હતો. જે તા. 8 સુધી ચાલ્યું હતું, એ પછી તા. 9થી બંધ કરી દેતા સલાયાના 40 વહાણોને સલાયા છોડીને પોરબંદર બેડી વગેરે બંદરોએથી હજારો ટન ચોખા, ખાંડ અને મગફળી તેમજ એસેન્સિયલ કોમોડીટી ભરીને ગલ્ફ દેશો તેમજ આફ્રિકન દેશોમાં જવાનું હતુ પણ ઈમિગ્રેશન પ્રોસેસ ન થતાં આ બધા વહાણો સલાયાથી કયાંય આગળ જઈ શકતા નથી અને આ પ્રક્રિયા પુરી જઈ જાય એની રાહમાં સમય વિતાવી રહ્યા છે. સામાન્ય નિયમ એવો છે કે ઈમિગ્રેશન કે અન્ય પ્રક્રિયામાં મૂળ બંદરે કામગીરી કોઈ કારણસર ન થાય તો આજુબાજુના બંદરોએ કરવાની રહે પણ એ બધાએ ‘આ અમારામાં ન આવે, અમને કોઈ પાવર એલોટ થયા નથી’ વિગેરે બહાના બતાવી કામગીરી કરી દેતા નથી. લાકડાંનાં વહાણો મારફત 5 લાખ ટન માલનું વિદેશમાં પરિવહન

સી ઈકોનોમી ડેવલપ કરવામાં દેશ પ્રયત્નો કરે છે પણ નવાઈની વાત એ છે કે દેશ પાસે કારગોના 1546 જ વહાણો છે. એમાંથી 465 જ ફોરેન ટ્રીપ કરે છે. આમ દેશમાંથી કારગો માટેના પરિવહનના વહાણોની અછત છે, જ્યારે એકલા પનામા દેશ પાસે 8500 શીપ છે. એ દુનિયાભરમાં માલ પરિવહન ઉદ્યોગમાં જોડાયા છે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રના લાકડાના વહાણો જુદા જુદા બંદરોએથી 5 લાખ ટન માલનું વિદેશમાં પરિવહન કરે છે. જેની રેવન્યુ 10,000 કરોડની થવા જાય છે. જેમાં સલાયાના વહાણોનો મોટો હિસ્સો છે. દેશમાં મોટા ભાગે વિદેશોના જ કન્ટેનરો અને શીપ આવે છે અને ભારતમાંથી માલ લઈ જાય છે. આવા સંજોગોમાં દેશના વહાણોને પ્રોત્સાહન આપવામાં કોઈ અવરોધ આવતો હોય તો અટકાવવો જોઈએ.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

 

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Breaking news, CM Gujarat, gujarat, gujarat cm, gujarati news, Indian goods, indian port, Mandvi, mundra port, Narendra Modi, news channel in india, oneindianews, porbandar, Salaya, ships stuck, topnews, topnewschannelinindia, ગુજરાત, પોરબંદર, બેડી બંદર, ભારતીય માલ, ભારતીય વિદેશ મંત્રાલય, માંડવી, મુંદ્રા પોર્ટ, વહાણો, સલાયા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team સપ્ટેમ્બર 18, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article પાકિસ્તાન-સાઉદી વચ્ચે NATO જેવી ડીલ અંગે ભારતની પ્રથમ પ્રતિક્રિયા
Next Article નવરાત્રિમાં પાવાગઢ દર્શનના સમયમાં ફેરફાર, જતા પહેલા ખાસ વાંચી લેજો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?