રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની, અખિલ ભારતીય પ્રતિનિધિ સભાસમાળખા, હરિયાણા. 13,14,15 માર્ચ 2026 ના રોજ યોજાઇ ગઈ, પ્રતિનિધિ સભાની વિસ્તૃત માહિતી આપવામાં માટે આયોજિત પત્રકાર વાર્તામાં સંબોધિત કરતાં ડો. ભરતભાઈ પટેલ (પ્રાંત સંઘચાલક, ગુજરાત) એ જણાવ્યું કે
- વર્તમાનમાં સંઘની દેશભરમાં 88,949 દૈનિક શાખા + 32,606 સાપ્તાહિક મિલન +13,211 સંઘ મંડળી છે. યોગ = 1,34,766
- દેશભરમાં સંઘ અને ભગિની સંસ્થાઓ દ્વારા 96,045 સેવાકાર્યો ચાલી રહ્યા છે.
- ગુજરાત પ્રાંતમાં સંઘ અને ભગિની સંસ્થાઓ દ્વારા 2,688 સેવાકાર્યો ચાલી રહ્યા છે.
- ગૃહસંપર્ક અભિયાનમાંઅત્યાર સુધી દેશભરમાં02 કરોડ પરિવારોનો સંપર્ક કરવામાં આવ્યો છે.
- દેશભરમાં અત્યાર સુધી 36 હજારથી વધુ હિન્દુ સમ્મેલન થયા છે.
- સંત શિરોમણિ સદગુરુ શ્રી રવિદાસજીના 650મા પ્રાગટ્ય વર્ષ નિમિત્તે સંઘ દ્વારા દેશભરમાં ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
- આગામી સમયમાં સંઘની સંરચનામાં વિકેન્દ્રીકરણનો વિચાર થયો છે, જેમાં વર્તમાન પ્રાંતના સ્થાને સંભાગ રચનાનો વિચાર કરવામાં આવ્યો છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા બંગલુરુ ખાતે 13-15 માર્ચ 2026 દરમિયાન યોજાઈ ગઈ. આ પ્રતિનિધિ સભામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મા. સરસંઘચાલક શ્રી મોહનજી ભાગવત, સરકાર્યવાહ મા. દત્તાત્રેય હોસબાલે, તમામ છ સહ સરકાર્યવાહ સહિત વિવિધ સંગઠનોના 1487 કાર્યકરો ઉપસ્થિત રહ્યા.
બેઠકની શરૂઆત ભારતમાતાને પુષ્પાંજલી અને દિપ પ્રાગટ્યથી થઈ. ત્યારબાદ સમાજ જીવનના અન્યાન્ય ક્ષેત્રોમાં અગ્રેસર રહેલા મહાનુભાવો જેમનું અવસાન થયું હતું એ તમામ ને મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી.
સંઘકાર્ય સ્થિતિ :
વર્તમાનમાં સંઘની દેશભરમાં 1,34,766 શાખાઓ છે. જેમાંથી 88,949 દૈનિક શાખાઓ છે (ગત વર્ષથી અત્યાર સુધીમાં 5820 શાખાઓનો વધારો થયો છે) 32,606 સાપ્તાહિક મિલનની સંખ્યા છે (જેમાં ગત વર્ષ કરતાં 459 સાપ્તાહિક મિલનનો વધારો થયો છે), 13,211 સંઘ મંડળીની સંખ્યા છે (જેમાં ગયા વર્ષ કરતાં 1120નો વધારો થયો છે)
સેવાકાર્ય સ્થિતિ :
દેશભરમાં 96,045 સેવાકાર્યો ચાલી રહ્યા છે. જેમાથી 45,931 શિક્ષાના ક્ષેત્રમાં, 15,632 સ્વાસ્થ્ય ક્ષેત્રમાં, 16,594 સ્વાવલંબનના ક્ષેત્રમાં,17,888 સામાજિક જાગરણ સંબંધિત ગતિવિધિ ચાલી રહી છે. 15,680 સંઘ શાખા એવી છે જે કોઈ ન કોઈ સેવા ઉપક્રમ ચલાવે છે.
- નવમ ગુરુ શ્રી તેગબહાદુરજીના 350માં બલિદાન દિવસના અવસર પર સંઘના સ્વયંસેવકો દ્વારા દેશભરમાં 2,000થી વધુ કાર્યક્રમો કરવામાં આવ્યા, જેમાં 7 લાખથી વધુ લોકો સહભાગી થયા.
- રાષ્ટ્રગીત વંદેમાતરમના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે સ્વયંસેવકો દેશભરમાં કાર્યક્ર્મોનું આયોજન કર્યું.
ગુજરાતમાં સંઘકાર્ય સ્થિતિ :
ગુજરાતમાં વર્તમાનમાં 1610 દૈનિક શાખા, 1270 સાપ્તાહિક મિલન તથા 1133 સંઘમંડળી છે. આ શાખાઓમાં 60 ટકા વિદ્યાર્થીઓ અને 40 ટકા વ્યવસાયિક શાખાઓનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં સેવાકાર્ય સ્થિતિ : ગુજરાતમાં વર્તમાનમાં કુલ 2688 સેવાકાર્યો ચાલી રહ્યા છે.
સંઘ શતાબ્દી વર્ષ કાર્યક્રમ
શ્રી વિજયાદશમી ઉત્સવ :
ગુજરાત પ્રાંતમાં શ્રી વિજયાદશમી ઉત્સવ નિમિત્તે 429 કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 60,505 સ્વયંસેવકો સહભાગી થયા. આ કાર્યક્રમોમાં 1,19,500 જેટલા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
ગૃહસંપર્ક અભિયાન:
સંઘની રચનામાં કુલ 46 પ્રાંતો છે જેમાંથી 37 પ્રાંતોની માહિતી પ્રમાણે દરેક ઘર અને દરેક ગામમાં સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં 3.89 લાખ ગામો અને શહેરોમાં 31,000 વિસ્તારોના 10.02 કરોડ પરિવારોનો સંપર્ક કરવામાં આવ્યો છે. તમામ ઘરોમાંથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. આ દરમિયાન સામાજિક સમરસતા અને ‘પંચ પરિવર્તન’ જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.
ગૃહ સંપર્ક અભિયાનમાં કેરળમાં સામ્યવાદી (કમ્યુનિસ્ટ) વિચારધારા ધરાવતા ઘરો પણ હતા અને ભિન્ન પૂજા પદ્ધતિ પાળતા પરિવારો પણ હતા. સ્વયંસેવકોએ 55,000 મુસ્લિમ ઘરો અને 54,000 ખ્રિસ્તી ઘરોમાં પણ સંપર્ક કર્યો હતો, જ્યાં તમામ સ્થળોએ તેમનું ભવ્ય સ્વાગત થયું હતું.
હિન્દુ સમ્મેલન:
દેશભરમાં અત્યાર સુધી 36 હજારથી વધુ હિન્દુ સમ્મેલન થયા છે (અમુક પ્રાંતોમાં સમ્મેલન થવાના બાકી છે.) અરુણાચલ પ્રદેશ અને આંદામાન અને નિકોબાર સહિત પૂરા દેશમાં સંઘ શતાબ્દી વર્ષના કાર્યક્રમો ઉત્સાહભેર આયોજિત થઈ રહા છે.
વિશેષમાં આગામી સમયમાં સંઘની સંરચનામાં વિકેન્દ્રીકરણનો વિચાર થયો છે, જેમાં વર્તમાન રચનામાં પ્રાંતના સ્થાને નાની ઇકાઈ સંભાગ રચનાનો વિચાર કરવામાં આવ્યો છે. વર્તમાનમાં સંઘની દૃષ્ટિએ દેશભરમાં 46 પ્રાંતો છે તેના સ્થાન પર આગામી વર્ષે 27 માર્ચ પછી 80 થી વધુ સંભાગ દેશભરમાં થશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel