રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે રવિવારે (21 ડિસેમ્બર) કોલકાતામાં યોજાયેલા એક સંમેલનમાં હિંદુરાષ્ટ્રના મુદ્દે સ્પષ્ટ અને તીવ્ર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ભારત પહેલેથી જ હિંદુરાષ્ટ્ર છે અને તેને હિંદુરાષ્ટ્ર જાહેર કરવા માટે ભારતીય બંધારણની મંજૂરી લેવાની કોઈ જરૂર નથી. ભાગવતે હિંદુરાષ્ટ્રને સ્વયંસિદ્ધ વાસ્તવિકતા ગણાવતા કહ્યું કે જેમ સૂર્ય પૂર્વમાં ઊગે છે એ માટે કોઈ બંધારણીય મંજૂરી લેવાતી નથી, એ જ રીતે હિન્દુસ્તાન હિંદુરાષ્ટ્ર છે એ પણ સ્વયંસિદ્ધ સત્ય છે. તેમના શબ્દોમાં, જે કોઈ ભારતને પોતાની માતૃભૂમિ માને છે, ભારતીય સંસ્કૃતિનો આદર કરે છે, અહીંની ધરતી પર વસતા તમામ લોકો અને ભારતીય પૂર્વજોની મહિમામાં વિશ્વાસ રાખે છે, ત્યાં સુધી ભારત હિંદુરાષ્ટ્ર છે.
#WATCH | Kolkata, West Bengal: On 'Hindu Rashtra', RSS Chief Mohan Bhagwat says, "…The sun rises in the east; we don't know since when this has been happening. So, do we need constitutional approval for that too? Hindustan is a Hindu nation. Whoever considers India their… pic.twitter.com/XNonjhFRkc
— ANI (@ANI) December 21, 2025
મોહન ભાગવતે વધુમાં સ્પષ્ટ કર્યું કે RSS આ વિચારધારાને માને છે અને સંસદ દ્વારા બંધારણમાં ફેરફાર કરીને ભારતને હિંદુરાષ્ટ્ર જાહેર કરવામાં આવે કે ન કરવામાં આવે, તેનાથી સંઘની માન્યતા પર કોઈ ફરક પડતો નથી. તેમણે આ પણ જણાવ્યું કે જન્મના આધારે ચાલતી જાતિ વ્યવસ્થા હિંદુત્વનું મૂળ લક્ષણ નથી અને તેને હિંદુ ધર્મ સાથે જોડવું યોગ્ય નથી. આ નિવેદન દ્વારા તેમણે હિંદુત્વને વ્યાપક સાંસ્કૃતિક વિચારધારા તરીકે રજૂ કરી.
#WATCH | Kolkata, West Bengal: On the atrocities against Hindus in Bangladesh, RSS Chief Mohan Bhagwat says, "…They are a minority there, and the situation is quite difficult. Even though it's difficult, for maximum protection, the Hindus there will have to stay united. And… pic.twitter.com/ZJgn1EG3wk
— ANI (@ANI) December 21, 2025
બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંદુવિરોધી હિંસા અંગે પણ RSS ચીફે ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે ત્યાં જે ઘટનાઓ બની રહી છે, તેના પર હિંદુઓએ એકજૂટ થવાની જરૂર છે. ભાગવતે ઉમેર્યું કે વિશ્વમાં હિંદુઓનો એકમાત્ર દેશ ભારત છે, તેથી આ મુદ્દે ભારત સરકારને પણ હસ્તક્ષેપ કરવો પડશે અથવા ઓછામાં ઓછા પ્રયત્નો કરવા પડશે. તેમણે સંકેત આપ્યો કે કદાચ ભારત સરકાર આ દિશામાં પગલાં લઈ પણ રહી છે. તેમના આ નિવેદનોને રાજકીય અને સામાજિક દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે અને તેનાથી દેશભરમાં નવી ચર્ચા શરૂ થવાની શક્યતા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel