સરકારની ગ્રામ્ય આંતરિક પેયજળ યોજના અંતર્ગત ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ગઢુલા ગામમાં રૂપિયા ૩૫ લાખથી વધુના ખર્ચે ગ્રામ્ય આંતરિક પેયજળ યોજના સાકાર થશે, જેનું ખાતમુહૂર્ત જિલ્લા સમાહર્તા અને જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત થયું.
સરકાર દ્વારા ગામે ગામ પીવાનું શુધ્ધ પાણી મળી રહે તે માટે આયોજનો રહેલાં છે. ભાવનગર જિલ્લાના ગઢુલા ગામે સરકારની ગ્રામ્ય આંતરિક પેયજળ યોજના અંતર્ગત કામગીરીનો શુભારંભ થયો છે.
ગઢુલા ગામમાં રૂપિયા ૩૫ લાખથી વધુના ખર્ચે ગ્રામ્ય આંતરિક પેયજળ યોજના સાકાર થશે, જેનું ખાતમુહૂર્ત જિલ્લા સમાહર્તા મનીષ બંસલ અને જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરીની ઉપસ્થિતિમાં પૂજનવિધિ સાથે થયું અને તેઓએ સહિયારી લોકભાગીદારીની આ યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો.
આ ખાતમુહૂર્ત પ્રસંગમાં સરપંચ લીલાબેન કાકડિયા સાથે જિલ્લા પંચાયત પૂર્વ અધ્યક્ષ રૈયાબેન મિયાણી જોડાયાં હતાં. આ વેળાએ અગ્રણી રઘુભાઈ આહિર, નાનુભાઈ ડાખરા અને સ્થાનિક કાર્યકર્તાઓની ઉપસ્થિતિ રહી હતી.
ગઢુલા ગામે ૧૦ ટકા લોકભાગીદારી સાથેની અને ગ્રામપંચાયત પાણી સમિતિના નેતૃત્વ સાથેની પાણી માટેની રૂપિયા ૩૫,૩૭,૩૦૦ની આ યોજનાના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સિહોર તાલુકા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિત સંબંધિત યોજનાનાં કર્મચારી સાથે ગ્રામપંચાયત પરિવાર સંકલનમાં રહેલ.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel