બનાસકાંઠા થરાદ-ધાનેરા હાઈવે પર ભારતમાલા નજીક જમીન છેતરપિંડીનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ કેસમાં એક વ્યક્તિએ એક જ પ્લોટના બેવડા દસ્તાવેજો બનાવીને છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.
થરાદ તાલુકાના ફરિયાદી દ્વારા 2012માં થરાદ-ધાનેરા રોડ પર ભારતમાલા હાઈવે નજીક સર્વે નંબર 183 પૈકી 1માં રહેણાંક પ્લોટિંગ કરવામાં આવ્યું હતું. આ પ્લોટિંગમાં પ્લોટ નંબર 228 ફરિયાદીએ નરેશકુમાર જયંતીભાઈ દેસાઈ (જૈન)ને પાવર ઓફ એટર્ની થી આપ્યો હતો. આ દસ્તાવેજની નોંધણી 9 જાન્યુઆરી 2012ના રોજ થરાદની સબ રજિસ્ટ્રાર કચેરીમાં કરવામાં આવી હતી.
નરેશ જૈને આ જ પ્લોટનો બીજો દસ્તાવેજ 14 જૂન 2017ના રોજ બનાવ્યો. તેમણે છેતરપિંડીના ઈરાદે આ ખોટા દસ્તાવેજનો ઉપયોગ કર્યો અને થરાદની સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નંબર 1634/2017થી તેની નોંધણી કરાવી. ત્યારબાદ તેમણે આ પ્લોટ હસમુખભાઈ મફતલાલ વોહરાને વેચાણ દસ્તાવેજથી આપ્યો. હતો પોલીસે આ મામલે આરોપી નરેશ જૈનની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.