- એક સિનિયરને મળી ને એક જુનિયરને જેવી અનુભિત થાય છે તેવું આજ મારૂ મન છે.
- ધર્મની રક્ષા ધર્મ પાલન (આચરણ) થી આપણે જ કરવાની છે.
- આજની પરિસ્થિતીમાં સંપૂર્ણ વિશ્વને દિશા દેખાડવાનું કામ ભારત પાસે જ આવવાનું છે.
-મોહનજી ભાગવત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ.પૂ. સરસંઘચાલક મોહનજી ભાગવતએ દિનાંક 5 માર્ચ 2026ના રોજ શ્રી સ્વામીનારાયણ મંદિર, જેતલપુર ધામ, ખેડા ખાતે શ્રી રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજ દ્વિશતાબ્દી પાટોત્સવ સહભાગી થઈ દર્શન અને પુજા અર્ચના કરી હતી.
મોહનજી ભાગવતએ આ અવસરે કહ્યું કે આજ મને ખુબજ આનંદ થઈ રહયો છે, અમે તો અમારું કામ કરતાં કરતાં 100 વર્ષ પૂર્ણ કર્યા, પરંતુ આજ કામ કરતાં કરતાં જેમના 200 વર્ષ પૂર્ણ થયા છે તો એક સિનિયરને મળી ને એક જુનિયરને જેવી અનુભિત થાય છે તેવું આજ મારૂ મન છે. કામ તો એક જ છે સનાતન ધર્મની રક્ષા. ધર્મ તો ચિરંતન અને શાશ્વત છે, ભગવાનની ઈચ્છા થી સૃષ્ટિ બની અને સૃષ્ટિના નિયમ જે છે એ જ ધર્મ છે. તેમણે કહ્યું કે આપણાં પોતાના આચરણમાં જે ધર્મ છે તે કરવાનું છે, ધર્મ કરવાનું એટલે શું કરવાનું તો ધર્મ જોડવાનું કામ કરે છે એટલે આપણે આપડું જીવન જોડવા વાળું બનાવું પડશે.
સંઘમાં નિત્ય ઉપાસના શાખા છે. અહિયાં ઉપાસના એટલે સનાતન વેદિક પરંપરાની પુજા. આપણે ત્યાં શિક્ષાપત્રી છે એમાં સર્વસામાન્યએ આચરણ કેવી રીતે કરવું એ વાત છે. મહત્વ આચરણનું જ હોય છે માત્ર બોલવાનું નહીં. ધર્મની રક્ષા ધર્મ પાલન (આચરણ) થી આપણે જ કરવાની છે અને ધર્મનું કામ છે જોડવું અને ઉન્નત કરવું.
ભગવાને બનાવેલી સૃષ્ટિમાં પ્રત્યેકનું કઈક ને કઈક પ્રયોજન છે એવો ભાવ રાખીને બધાય સાથે આત્મીયતાનો ભાવ રાખવો એને સામાજિક સમરસતા કહેવામા આવે છે. બધાજ ભગવાન દ્વારા બનાવેલ છે તો ઊંચ નીચ ક્યાં થી આવ્યું આ ભેદ ક્યાં થી આવ્યો ? વ્યવસ્થા ભેદ માટે નથી હોતી. જે વ્યવસ્થામાં ભેદ આવી જાય છે તે ધર્મ સમાજનું અહિત કરે છે. એટલે ધર્મ આપણાં આચરણમાં જ છે.
આજની પરિસ્થિતીમાં સંપૂર્ણ વિશ્વને દિશા દેખાડવાનું કામ ભારત પાસે જ આવવાનું છે. આધ્યાત્મના આધાર પર ચાલવા વાળા કાર્ય, વાસ્તવમાં માનવતા કો સૃષ્ટિ ને સાથે રાખીને પરમેષ્ઠી તરફ આગળ વધવા માટે તૈયાર કરવાવાળ કાર્ય છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel