પ્રયાગરાજમાં યોજાઈ રહેલા માઘ મેળામાં મૌની અમાસના પવિત્ર સ્નાન પર્વ દરમિયાન સ્વામી અવિમુક્તેશ્વરાનંદની શોભાયાત્રા પર પ્રતિબંધ બાદ શરૂ થયેલો વિવાદ હવે વધુ ગંભીર વળાંક લઈ ચૂક્યો છે. માઘ મેળા ઓથોરિટીએ સ્વામી અવિમુક્તેશ્વરાનંદને સત્તાવાર નોટિસ પાઠવીને 24 કલાકની અંદર જવાબ માંગ્યો છે કે, જ્યારે જ્યોતિષપીઠના શંકરાચાર્ય પદને લઈને મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે અને કોઈ અંતિમ આદેશ આવ્યો નથી, ત્યારે તેઓ પોતાના નામની આગળ ‘શંકરાચાર્ય’ શીર્ષક કેમ વાપરી રહ્યા છે. ઓથોરિટીની નોટિસમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સુપ્રીમ કોર્ટમાં ચાલતી સિવિલ અપીલને કારણે હાલ કોઈને પણ જ્યોતિષપીઠના શંકરાચાર્ય તરીકે પટ્ટાભિષેકિત માનવાની કાનૂની માન્યતા નથી. તેમ છતાં, માઘ મેળા વિસ્તારમાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદના શિબિરના બોર્ડ અને બેનરો પર તેમના નામની આગળ ‘શંકરાચાર્ય’ લખવામાં આવ્યું છે, જે નિયમો અને કોર્ટની પ્રક્રિયા વિરુદ્ધ ગણાય છે.
મેળા ઓથોરિટીએ તેમને આ શીર્ષક તાત્કાલિક દૂર કરવા અને 24 કલાકની અંદર કારણ સાથે લેખિત સ્પષ્ટતા આપવા જણાવ્યું છે. આ વચ્ચે, મૌની અમાસના દિવસે સંગમ પર શોભાયાત્રા સાથે સ્નાન કરવા જતા સ્વામી અવિમુક્તેશ્વરાનંદને રોકવામાં આવ્યા બાદ વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. સ્વામી અવિમુક્તેશ્વરાનંદે પોતાનું અપમાન થયું હોવાનું અને પોતાના શિષ્યો સાથે પોલીસ દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું હોવાનું કહીને મેળા વહીવટીતંત્ર વિરુદ્ધ ધરણા શરૂ કર્યા છે. રવિવારે મૌની અમાસના મહાસ્નાન બાદ તેમણે મીડિયા સાથે વાત કરીને પ્રશાસન પર ગંભીર આરોપો લગાવ્યા હતા, જ્યારે સોમવારે પોલીસ અને વહીવટી અધિકારીઓએ પણ પોતાનો પક્ષ જાહેર કર્યો હતો.
उत्तर प्रदेश सरकार अब शंकराचार्य स्वामी अविमुक्तेश्वरानंद के खिलाफ खुलकर आ गई है।
प्रयागराज मेला प्राधिकरण ने उन्हें नोटिस जारी कर शंकराचार्य पद पर सवाल उठाया है।
नोटिस में कहा गया: "शंकराचार्य का मामला सुप्रीम कोर्ट में विचाराधीन है।
SC के आदेश तक कोई पट्टाभिषेक नहीं हो… pic.twitter.com/5Z3t0ghpUK
— One India News (@oneindianewscom) January 20, 2026
વિવાદની શરૂઆત રવિવારે સવારે લગભગ 9:47 વાગ્યે થઈ, જ્યારે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ તેમના અનુયાયીઓ સાથે પાલખીમાં સવાર થઈને સંગમ કિનારે પહોંચ્યા હતા. સંગમ તટથી માત્ર લગભગ 50 મીટર દૂર પહોંચતા પ્રશાસને ભીડ અને સુરક્ષાના કારણોસર તેમને પાલખીમાં આગળ વધવાથી રોક્યા અને પગપાળા સ્નાન કરવા વિનંતી કરી. આ વાતનો તેમના અનુયાયીઓએ વિરોધ કર્યો અને ધક્કા-મુક્કી વચ્ચે મામલો ગરમાયો, જેમાં કેટલાક લોકો સંગમ વોચ ટાવર સુધી પહોંચી ગયા. સ્થિતિ બેકાબૂ બનતાં પોલીસે હસ્તક્ષેપ કર્યો અને શંકરાચાર્યને રોકવાનો પ્રયાસ કર્યો, જેમાં તેમના કેટલાક અનુયાયીઓને ઘસડીને પોલીસ ચોકીમાં લઈ જવાયા.
બીજી તરફ, પ્રશાસનનું કહેવું છે કે મૌની અમાસના દિવસે અતિભારે ભીડને ધ્યાનમાં રાખીને સંગમ વિસ્તારને ‘નો વ્હીકલ ઝોન’ જાહેર કરવામાં આવ્યો હતો. મંડલાયુક્તના જણાવ્યા મુજબ, સ્વામી અવિમુક્તેશ્વરાનંદ કોઈ મંજૂરી વિના અને પરંપરા વિરુદ્ધ લગભગ 200 અનુયાયીઓ સાથે પાલખીમાં સવાર થઈને આવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે તેમના સમર્થકોએ બેરિયર તોડી નાખ્યા અને લગભગ ત્રણ કલાક સુધી વાપસીનો માર્ગ અવરોધિત રાખ્યો, જેના કારણે સામાન્ય શ્રદ્ધાળુઓને ભારે મુશ્કેલી પડી અને કોઈ મોટી દુર્ઘટના થવાની શક્યતા પણ ઊભી થઈ હતી. આ સમગ્ર મામલે હવે કાનૂની, ધાર્મિક અને વહીવટી સ્તરે ચર્ચા તેજ બની છે અને સ્વામી અવિમુક્તેશ્વરાનંદના જવાબ બાદ પ્રશાસન આગળ શું પગલું ભરે છે, તેની પર સૌની નજર ટકી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel