ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ નીતિન નવીનના પદભાર ગ્રહણ સમારોહ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ સામે ઊભા થતા ગંભીર પડકારો અંગે ખુલ્લેઆમ વાત કરી હતી. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ઘૂસણખોરી અને વસ્તીનું અસંતુલન (ડેમોગ્રાફિક ચેન્જ) આજે ભારત માટે એક મોટો રાષ્ટ્રીય પડકાર બની ગયો છે. તેમણે ઉલ્લેખ કર્યો કે દુનિયાના ધનવાન અને શક્તિશાળી દેશો પણ પોતાના દેશમાં ગેરકાયદે રીતે રહેલા ઘૂસણખોરોને ઓળખીને બહાર કાઢી રહ્યા છે અને આ બાબતે દુનિયા તેમને પ્રશ્ન કરતી નથી. તેમના મતે, કોઈપણ દેશ પોતાની સુરક્ષા, સંસાધનો અને નાગરિકોના હકોને જોખમમાં મૂકી ઘૂસણખોરોને સ્વીકારી શકે નહીં, અને ભારત પણ ગરીબો તથા યુવાઓના અધિકારો પર ઘૂસણખોરોને ડાકો પાડવા દેવા તૈયાર નથી.
પીએમ મોદીએ ચેતવણી આપતાં કહ્યું કે ઘૂસણખોરો દેશની આંતરિક સુરક્ષા માટે મોટું જોખમ છે અને તેમની ઓળખ કરીને તેમને પરત મોકલવું અત્યંત જરૂરી છે. સાથે જ, તેમણે વોટબેન્કની રાજનીતિ કરનારા એવા રાજકીય પક્ષોને ઘેર્યા, જેઓ ઘૂસણખોરોને બચાવે છે અને તેમને કવર આપવાનું કામ કરે છે, અને કહ્યું કે આવા પક્ષોને જનતા સામે સંપૂર્ણ રીતે બેનકાબ કરવાના છે.
आगे भी हमें हर चुनौती का पूरे सामर्थ्य से सामना करना है। आज देश के सामने बहुत बड़ी चुनौती घुसपैठियों की है।
दुनिया के समर्थ देश भी अपने देश में घुसपैठियों की जांच पड़ताल कर रहे हैं और उनको पकड़-पकड़ कर निकाल रहे हैं।
दुनिया में कोई अपने देश में घुसपैठियों को स्वीकार नहीं करता,… pic.twitter.com/6vbFde3Jzq
— BJP (@BJP4India) January 20, 2026
આ ઉપરાંત વડા પ્રધાને પોતાના ભાષણમાં અર્બન નક્સલોના મુદ્દે પણ કડક પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે અર્બન નક્સલોનો દાયરો હવે માત્ર દેશની અંદર સીમિત રહ્યો નથી, પરંતુ તે આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાઈ રહ્યો છે. મીડિયા તરફ સંકેત કરતા પીએમ મોદીએ કહ્યું કે જો કોઈ પત્રકાર વર્ષમાં એક વાર પણ મોદીની પ્રશંસા કરતું કંઈક લખી દે, તો અર્બન નક્સલો તેને અછૂત બનાવી દેતા હતા અને સતત પાછળ પડી જતા હતા. તેમણે ઉમેર્યું કે ભાજપ સાથે પણ લાંબા સમય સુધી આવી જ રીત અપનાવવામાં આવી, પરંતુ હવે દેશ અર્બન નક્સલોના કારનામાઓ અને તેમની સાચી મનોભાવનાને સારી રીતે સમજી ગયો છે.
વડા પ્રધાને સ્પષ્ટ કહ્યું કે અર્બન નક્સલો ભારતને નુકસાન પહોંચાડવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે અને તેમને હરાવવા માટે માત્ર રાજકીય નહીં, પરંતુ સંગઠનાત્મક શક્તિ અને મજબૂત વૈચારિક સંઘર્ષ જરૂરી છે. તેમના આ નિવેદનોએ સમારોહમાં હાજર કાર્યકરો અને નેતાઓમાં ઊંડો સંદેશ આપ્યો કે દેશની સુરક્ષા અને એકતાને લઈને કોઈ સમાધાન નહીં કરવામાં આવે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel