ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાં 26 જાન્યુઆરી, 2026ના રોજ ગણતંત્ર દિવસના કાર્યક્રમ દરમિયાન એક વિવાદ ઊભો થયો છે. ગૌના ગામ, ચાંદીનગર પોલીસ સ્ટેશન વિસ્તારથી એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં મદરેસાના વિદ્યાર્થીઓ દ્વારા તિરંગો હાથમાં લઈને જુલૂસ કાઢવામાં આવ્યો હતો.
આરોપ છે કે આ જુલૂસ દરમિયાન બાળકો દ્વારા ‘નારા-એ-તકબીર’ અને ‘અલ્લાહુ અકબર’ જેવા મજહબી નારા લગાવવામાં આવ્યા હતા, જેને લઈને વિવાદ સર્જાયો છે. વીડિયોમાં લીલા રંગના વસ્ત્રો પહેરેલા બાળકો અને કેટલીક મહિલાઓ તિરંગો લઈને ચાલતા દેખાય છે, જ્યારે આગળ મદરેસાનો સંચાલક હાજર હોવાનું પણ જોવા મળે છે.
उत्तर प्रदेश के बागपत में गणतंत्र दिवस पर मदरसे के छात्रों ने तिरंगा रैली निकाली।
रैली में 'अल्लाह हू अकबर' के नारे लगाए गए।
रैली में सबसे आगे मदरसा संचालक चल रहे थे।
उनके सामने ही बच्चों ने नारे लगाए।
जिसका वीडियो सामने आया है।
वीडियो वायरल होने के बाद हिन्दू जागरण मंच… pic.twitter.com/hxAePdEiZx
— One India News (@oneindianewscom) January 27, 2026
આ દરમિયાન ધાર્મિક નારા લાગતા સંભળાતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ વીડિયો સામે આવતાં જ કેટલાક હિંદુ સંગઠનોએ કડક વાંધો વ્યક્ત કર્યો છે અને મદરેસા સંચાલક સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. સંગઠનોનું કહેવું છે કે ગણતંત્ર દિવસ જેવા રાષ્ટ્રીય પર્વ પર ધાર્મિક નારા લગાવવું અનુચિત છે અને તે રાષ્ટ્રીય એકતા તથા દેશભક્તિના માહોલને અસર પહોંચાડે છે. બીજી તરફ, બાગપત પોલીસે મામલાને ગંભીરતાથી લેતાં તપાસ શરૂ કરી છે.
બાગપત પોલીસે પોતાના અધિકૃત X (ટ્વિટર) એકાઉન્ટ પરથી જણાવ્યું છે કે થાણા ચાંદીનગર પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે અને તથ્યોની ચકાસણી બાદ કાયદેસર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel