મહારાષ્ટ્રના પાટનગર મુંબઈની મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં વીસ વર્ષ બાદ ફરી એક વખત સાથે આવેલા ઠાકરે બંધુઓના નિર્ણય પર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કડક પ્રતિક્રિયા આપી છે. ફડણવીસે જણાવ્યું કે બંને પાર્ટીઓ પોતપોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરી રહી છે અને એ કારણે જ તેમને સાથે આવવું પડ્યું છે, ડરના કારણે તેઓ ગઠબંધન કરવા મજબૂર થયા છે.
महाराष्ट्र: ठाकरे ब्रदर्स के गठबंधन पर CM @Dev_Fadnavis बोले- 'हाइप तो ऐसे बनाई जा रही है जैसे रूस और यूक्रेन साथ आ गए हों…पुतिन और जेलेंस्की हाथ मिला रहे हों…. pic.twitter.com/J1MhiaGPOQ
— Navneet Mishra (@navneetmishra99) December 24, 2025
મુંબઈમાં પત્રકારોએ ઠાકરેબંધુઓના ગઠબંધન અંગે પ્રશ્ન પૂછતાં તેમણે કહ્યું કે બે એવી પાર્ટીઓ, જેઓ સતત પોતાની ભૂમિકાઓ બદલીને લોકોમાં અવિશ્વાસ પેદા કરી ચૂકી છે અને તુષ્ટિકરણની નીતિના કારણે પોતાની વોટ બેન્ક ગુમાવી બેઠી છે, તેમના સાથે આવવાથી ચૂંટણીમાં કોઈ ખાસ ફેર પડવાનો નથી. ફડણવીસે વ્યંગ્ય કરતા કહ્યું કે આ ગઠબંધનને લઈને એવો માહોલ બનાવવામાં આવી રહ્યો છે જાણે યુક્રેન અને રશિયા કે ઝેલેન્સ્કી અને પુતિન એકસાથે આવી ગયા હોય, જ્યારે હકીકતમાં બંને પાર્ટીઓ પોતાનું રાજકીય અસ્તિત્વ ગુમાવી ચૂકી છે અને તેમના સાથે આવવા કે ન આવવાથી ચૂંટણીના પરિણામોમાં કોઈ મોટો ફરક પડશે નહીં.
ઉલ્લેખનીય છે કે 2005માં રાજ ઠાકરેએ શિવસેનાથી અલગ થઈ નવી પાર્ટી રચ્યા બાદ વીસ વર્ષ પછી ફરી એક વખત ઉદ્ધવ અને રાજ ઠાકરે સાથે આવ્યા છે, પરંતુ હાલની પરિસ્થિતિ અગાઉથી અલગ છે અને રાજ્યના રાજકારણમાં બંને પાર્ટીઓ ધીમે ધીમે પોતાની જમીન ગુમાવી રહી હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel