હિમાલય યાત્રામાં અકસ્માતનો ભોગ બનેલાં ભાવનગરનાં યાત્રિકોને મોરારિબાપુએ શ્રધ્ધાંજલિ પાઠવી છે અને જીવ ગુમાવનાર ૬ યાત્રિકોના વારસદારને ચિત્રકુટધામ તલગાજરડા દ્વારા રૂપિયા ૯૦ હજાર સંવેદના સહાયતા અર્પણ થઈ છે.
આ અઠવાડિયામાં ભાવનગરથી હિમાલય યાત્રામાં ગયેલાં સિંધી પરિવારને મનાલી તરફ માર્ગમાં કિંકરી બેલા વિસ્તારનાં માર્ગમાં ગાડી ગબડી જતાં જીવલેણ અકસ્માત નડ્યો જેમાં આ પરિવારની ૫ વ્યક્તિઓ લલિતભાઈ ફતનાણી, સોનિયાબેન ફતનાણી, પ્રિયાંક ભોપાણી, કાજલ ભોપાણી તથા ધ્યાંશ ભોપાણી સાથે ગાડી ચાલક મળી ૬ યાત્રિકોનાં મરણ થયાં છે, જે દુર્ઘટનાથી મોરારિબાપુએ શ્રધ્ધાંજલિ પાઠવી છે.
આ હિમાલય યાત્રામાં અકસ્માતનો ભોગ બનેલાં જીવ ગુમાવનાર ૬ યાત્રિકોમાં ભાવનગરનાં યાત્રિકોના પરિવારને પ્રાર્થના સભા વેળાએ કાર્યકર્તાઓ દ્વારા રૂબરૂ અને મરણ પામનાર ગાડી ચાલકના પરિવારને હિમાચલ પ્રદેશ મુખ્યમંત્રી રાહત ભંડોળ અંતર્ગત ચિત્રકુટધામ તલગાજરડા દ્વારા રૂપિયા ૧૫ હજાર લેખે રૂપિયા ૯૦ હજાર સંવેદના સહાયતા અર્પણ થઈ છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel