પર્યાવરણ કાર્યકર્તા રમેશભાઈ નાકરાણી દ્વારા પ્રેરક પ્રવૃત્તિ ચાલતી રહી છે. મોરારિબાપુને ચકલીમાળા અર્પણ કરીને આ વર્ષના અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ઈશ્વરિયાના વતની અને ઉગામેડી સ્થિત નિવૃત્ત આચાર્ય રમેશભાઈ પટેલ દ્વારા છેલ્લાં કેટલાંક વર્ષોથી પર્યાવરણ સંબંધી વિવિધ પ્રવૃત્તિઓ કરી રહેલ છે. આ વર્ષનાં ચકલી માળા વિતરણનો પ્રારંભ ચિત્રકુટધામ તલગાજરડાથી મોરારિબાપુને ચકલીમાળા અર્પણ કરીને કરવામાં આવ્યો છે. તેઓને શિક્ષણ અને પર્યાવરણ પ્રવૃત્તિ સંદર્ભે સ્થાનિક તથા રાષ્ટ્રીય કક્ષાએ અનેક સન્માન પ્રાપ્ત થયેલ છે.
ભાવનગર અને બોટાદ જિલ્લા વિસ્તારમાં અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં રમેશભાઈ નાકરાણી દ્વારા દાતાઓનાં સહયોગ સાથે એક લાખથી વધુ ચકલી માળા વિતરણ થયું છે. આ સાથે પક્ષીઓ માટેની અન્ય સામગ્રીનું પણ વિતરણ થઈ રહેલ છે. આ માટે ઉગામેડીના સ્વર્ગસ્થ ભુપતભાઈ મોરડિયા પરિવાર દ્વારા સહયોગ પ્રાપ્ત થયેલ છે.
શ્રી મોરારિબાપુને ચકલીમાળા અર્પણ કરતી વેળાએ તુલસીભાઈ આજુડિયા સાથે જોડાયાં હતાં.
મૂકેશ પંડિત
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel