દ્વારકા તીર્થમાં રામકથા ‘માનસ કૃષ્ણ અવતાર’ ગાન કરતાં મોરારિબાપુએ પ્રેમ ભક્તિ ભાવ વ્યક્ત કર્યો અને કહ્યું કે, વિયોગમાં કદાચ મરી શકાય, વિરહમાં તો મરી પણ શકાતું નથી. આ રામકથા લાભ લેતાં ભાવિકો રસમય બની રહ્યા છે.
મોરારિબાપુએ વ્યાસપીઠ પરથી કૃષ્ણ અને રામ સાથે શિવજી ચરિત્રના પ્રાસંગિક વર્ણન દ્વારા સાંપ્રત સનાતન ચિંતન રજૂ કર્યું છે. રામકથા ‘માનસ કૃષ્ણ અવતાર’ ગાન કરતાં મોરારિબાપુએ પ્રેમ ભક્તિ ભાવ વ્યક્ત કર્યો અને કહ્યું કે, વિયોગમાં કદાચ મરી શકાય, વિરહમાં તો મરી પણ શકાતું નથી. અયોગ, યોગ અને વિયોગ પછીની સ્થિતિ વિરહની રહેલી છે. નજીક રહેવાથી દોષ દર્શન કે વહેમ પણ વધે અને વિશ્વાસ પણ વધે છે.
દ્વારકા તીર્થમાં આ ક્થા પ્રસંગે મોરારિબાપુએ ભાર પૂર્વક કહ્યું કે, કથન અને શ્રવણમાં જો ઓતપ્રોત થઈએ તો ચેતના કોઈ પણ સ્વરૂપે આપણી આસપાસ આવે જ અને દ્વારકાધીશ પણ આપણી આસપાસ હશે જ.
દૂધ અને કૃષ્ણની સમાન રહેલાં લક્ષણોમાં શુધ્ધ, સ્નિગ્ધ, મધુર તથા પૌષ્ટિક વગેરે ગણાવી સુંદર ભાવ વ્યાખ્યા કરી. મોરારિબાપુએ વિવિધ માતૃ સ્વરૂપોની વાત કરતાં ગીતા અને રામાયણ આપણી મા છે, તે ન ભૂલવા શીખ આપી. વ્યાસગાદી અધિકાર કરતાં વધુ જવાબદારી ધરાવે છે, તેમ કહી સનાતન ધર્મપીઠો પણ વધુ મહત્વની ગણાવી.
રામકથાના શિવ પાર્વતી સંવાદ અને વંદના પ્રકરણો આગળ વધારતાં બુધ્ધિના ત્રણ લક્ષણો ભ્રમિત, શ્રમિત અને વિસ્મિત એમ ઈશ્વર પ્રત્યેની શ્રધ્ધા અને સ્થિતિનો તત્ત્વ ચિતાર સ્પષ્ટ કર્યો. મોરારિબાપુએ કહ્યું કે, પરિસ્થિતિ મુજબ જીવનમાં નિયમ છોડવા પડશે, પણ વચન ન તોડવું.
દ્વારકા તીર્થમાં દ્વારકાધીશની ભૂમિમાં આ રામકથા ‘માનસ કૃષ્ણ અવતાર’ લાભ લેતાં ભાવિકો રસમય બની રહ્યા છે. અહીંયા ક્થા શ્રવણ સાથે તીર્થ દર્શન લાભ મળી રહ્યો છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel