જમ્મુ-કાશ્મીરમાં થયેલા પહલગામ આતંકી હુમલા સાથે જોડાયેલા આતંકવાદીઓની અટક કરવા માટે સુરક્ષા દળોએ મોટી સફળતા મેળવી છે. શ્રીનગરના લિડવાસ વિસ્તારમાં જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફની સંયુક્ત કામગીરીમાં ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ (TRF)ના ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. માનવામાં આવે છે કે આ ત્રણેય આતંકી 22 એપ્રિલના રોજ પહલગામના બૈસરન ખીણ વિસ્તારમાં થયેલા ધર્મ આધારિત હત્યાકાંડમાં સંડોવાયેલા હતા, જેમાં 26 નિર્દોષ લોકોને જાન ગુમાવવી પડી હતી. જોકે, હજુ સુધી અધિકૃત સ્તરે તેમની ઓળખ અથવા કનેક્શનની પુષ્ટિ કરવામાં આવી નથી.
આ ઓપરેશનને “ઓપરેશન મહાદેવ” નામ આપવામાં આવ્યું છે, જે હાલમાં પણ દાછીગામ નેશનલ પાર્કના ઉંચા વિસ્તારમાં ચાલી રહ્યું છે. આ વિસ્તાર શ્રીનગરને ત્રાલ સાથે જોડે છે અને આતંકવાદીઓ માટે કેળવણી કે છૂપાવાના અડ્ડા તરીકે ઓળખાય છે. સુરક્ષાદળોએ ડ્રોન અને અન્ય સર્વેલન્સ સાધનો દ્વારા સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને શક્ય છે કે વધુ આતંકીઓ પણ છુપાયા હોય.
OP MAHADEV
Contact established in General Area Lidwas. Operation in progress.#Kashmir@adgpi@NorthernComd_IA pic.twitter.com/xSjEegVxra
— Chinar Corps🍁 – Indian Army (@ChinarcorpsIA) July 28, 2025
અથડામણ દરમિયાન સ્થાનિક રહેવાસીઓના સહયોગ અને શાંતિ જાળવી રાખવા માટે પણ સુરક્ષાદળો દ્વારા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને TRF જે લશ્કર-એ-તૈયબાની શાખા ગણાય છે, તેના દાછીગામ વિસ્તારમાં મજબૂત નેટવર્ક હોવાની માહિતી આધારે જ આ ઓપરેશન હાથ ધરાયું છે. ભારતીય સેનાની ચિનાર કોર્પ્સે ઓપરેશન અંગે સોશિયલ મીડિયા પર માહિતી આપતાં જણાવ્યું કે સવારે 11 વાગ્યે ઓપરેશન શરૂ થયું હતું અને તેમાં અત્યાર સુધીમાં મોટી સફળતા મળી છે.
આ કાર્યવાહી બાદ ભારત અને આતંકવાદી તત્વોને શરણ આપતા પાકિસ્તાન વચ્ચે તણાવ વધુ ઊંડો થવાનો અણસાર પણ મળી રહ્યો છે.