વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના પ્રવાસના અંતર્ગત આજે મિઝોરમ પહોંચ્યા છે, જ્યાં તેમણે રાજ્ય માટે અનેક ઐતિહાસિક વિકાસ યોજનાઓની ભેટ આપી છે. આ પ્રસંગે વડાપ્રધાને મિઝોરમને ભારતીય રેલ્વે નેટવર્ક સાથે પ્રથમવાર સીધી રીતે જોડતી બૈરાબી-સૈરાંગ નવી રેલ્વે લાઇનનું ઉદ્ઘાટન કર્યું, જેના કારણે રાજ્યની રાજધાની આઇઝોલ હવે સત્તાવાર રીતે ભારતના રેલ્વે નકશામાં જોડાઈ ગઈ છે. આ પ્રોજેક્ટ મિઝોરમ માટે પરિવહન, વેપાર અને પર્યટનના નવા માર્ગો ખોલશે અને સમગ્ર ઉત્તર-પૂર્વીય પ્રદેશ માટે કનેક્ટિવિટીને મજબૂત બનાવશે.
#WATCH | Aizawl: Mizoram CM, Lalduhoma says, "Today is a historic day for our state. We are deeply honoured to welcome the Prime Minister to Mizoram for the inauguration of the Bairabi-Sairang railway and Sairang railway station, a landmark achievement that marks a new chapter… pic.twitter.com/g8p0a4euMx
— ANI (@ANI) September 13, 2025
આ અવસરે વડાપ્રધાને 9,000 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું, જેમાં માર્ગ, પુલો, રેલ્વે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઉર્જા અને સામાજિક સુવિધાઓ સાથે સંબંધિત યોજનાઓનો સમાવેશ થાય છે. વડાપ્રધાને પોતાના સંબોધનમાં કહ્યું કે આજનો દિવસ માત્ર મિઝોરમ માટે જ નહીં પરંતુ સમગ્ર ભારત માટે ઐતિહાસિક છે, કારણ કે આઇઝોલનું નામ હવે ભારતના રેલ્વે નકશામાં સત્તાવાર રીતે ઉમેરાઈ ગયું છે.
#WATCH | Mizoram: Prime Minister Narendra Modi says, "I am here at Mizoram's Lengpui Airport. Unfortunately, due to bad weather, I am sorry that I am not able to join you at Aizawl, but I can feel your love and affection even from this medium."
(Source: ANI/DD News) https://t.co/LHX5zcXxf1 pic.twitter.com/xNRCQKh0Py
— ANI (@ANI) September 13, 2025
તેમણે વધુમાં કહ્યું કે મિઝોરમ જેવી સરહદી રાજ્યને રેલ્વે સાથે જોડવું માત્ર પરિવહન માટે જ નહીં, પરંતુ રાષ્ટ્રીય એકતા, આર્થિક વિકાસ અને લોકો વચ્ચેના સાંસ્કૃતિક સંપર્ક માટે પણ અત્યંત મહત્વપૂર્ણ છે. વડાપ્રધાને જણાવ્યું કે આ રેલ્વે લાઇન થકી મિઝોરમના કૃષિ ઉત્પાદન, હસ્તકલા, અને સ્થાનિક ઉદ્યોગોને દેશના અન્ય રાજ્યોમાં બજારો સુધી પહોંચવાનો સરળ માર્ગ મળશે.
#WATCH | Mizoram: PM Narendra Modi will inaugurate the Bairabi-Sairang New Rail line, worth over Rs 8,070 crore, connecting the capital of Mizoram to the Indian Railways network for the first time. The Rail line Project, built in a challenging hilly area, has 45 tunnels… pic.twitter.com/VcgO6pVaJ6
— ANI (@ANI) September 13, 2025
તેમણે મિઝોરમની પ્રજાની પ્રશંસા કરતાં કહ્યું કે ઉત્તર-પૂર્વના લોકો દેશની શક્તિ છે અને કેન્દ્ર સરકાર તેમની સુવિધા, સુરક્ષા અને પ્રગતિ માટે સતત કાર્યરત છે. વડાપ્રધાને સ્વીકાર્યું કે ખરાબ હવામાનને કારણે તેઓ આઇઝોલ સીધા પહોંચી શક્યા નથી અને લેંગપુઈ એરપોર્ટ પરથી જ વર્ચુઅલ માધ્યમ દ્વારા કાર્યક્રમમાં જોડાયા છે. તેમ છતાં, તેમણે જણાવ્યું કે મિઝોરમના લોકોનો સ્નેહ અને પ્રેમ તેઓ હંમેશા અનુભવે છે અને આ પ્રસંગે પણ તેમની લાગણી તેમને નજીકથી સ્પર્શી રહી છે.
આ રીતે વડાપ્રધાન મોદીની આ મુલાકાતે મિઝોરમને ઉત્તર-પૂર્વીય વિકાસ અને રાષ્ટ્રીય કનેક્ટિવિટીના દૃષ્ટિકોણથી નવી ઊંચાઈએ પહોંચાડવાનો માર્ગ પ્રસ્થાપિત કર્યો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel