વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પવિત્ર યાત્રાધામ સોમનાથ ખાતે આવી પહોંચ્યા હતા. બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ એવા શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આયોજિત ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’માં સહભાગી થવા માટે તેમના આગમનને લઈ સમગ્ર વિસ્તારમાં ભક્તિ અને ઉત્સાહનું માહોલ જોવા મળ્યો.
સોમનાથ હેલિપેડ પર વડાપ્રધાન મોદીને ઉષ્માભર્યું અને ભાવભીનું સ્વાગત મળ્યું, જ્યાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પુષ્પગુચ્છ અર્પણ કરી તેમનું સન્માન કર્યું. આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા પણ હાજર રહ્યા હતા.
ગુજરાતની મુલાકાતે પધારેલા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સોમનાથ હેલિપેડ ખાતે ઉમળકાભેર સ્વાગત કર્યું.
માનનીય મોદીજીની ઉપસ્થિતિમાં સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી ભારતની સનાતન ચેતના, અતૂટ આસ્થા, એકતા અને સ્વાભિમાનનો ઉત્સવ બનવાની છે. @narendramodi… pic.twitter.com/6xue47HLXS
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 10, 2026
ઉપરાંત, માંડવીના ધારાસભ્ય અનિરૂદ્ધભાઈ દવે, કલેક્ટર એન. વી. ઉપાધ્યાય, જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા અને અગ્રણી ડૉ. સંજયભાઈ પરમાર સહિતના મહાનુભાવોએ પણ વડાપ્રધાનનું સ્વાગત કર્યું. વડાપ્રધાન મોદીના આગમનને ધ્યાનમાં રાખીને સમગ્ર સોમનાથ વિસ્તારમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમની આ મુલાકાત દરમિયાન તેઓ ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ અંતર્ગત આયોજિત વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેશે તેમજ શ્રી સોમનાથ મહાદેવના દર્શન અને પૂજા-અર્ચના કરીને પર્વની શોભા વધારશે. વડાપ્રધાનની હાજરીને લઈ શ્રદ્ધાળુઓ અને સ્થાનિક જનતામાં વિશેષ ઉત્સાહ અને આનંદનો માહોલ છવાયો છે.
ગુજરાતની પાવન ધરા પર પધારી રહેલા ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું રાજ્યના સૌ નાગરિકો વતી હાર્દિક સ્વાગત છે.
માનનીય મોદીજીની ઉપસ્થિતિમાં 'સોમનાથ સ્વાભિમાન પર્વ'ની ભવ્ય ઉજવણી અને કચ્છ-સૌરાષ્ટ્ર ઝોનની 'વાઇબ્રન્ટ ગુજરાત રિજીયોનલ કોન્ફરન્સ' તેમજ આંતરરાષ્ટ્રીય પતંગ… pic.twitter.com/HrVwRlD33t
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 10, 2026
સોમનાથમાં કયા કયા કાર્યક્રમમાં જોડાશે PM મોદી
ગુજરાત આવ્યા બાદ શનિવારે સાંજે વડાપ્રધાન મોદી સૌથી પહેલા સોમનાથ પહોંચ્યા. અહીં તેઓ સોમનાથ મંદિર ટ્રસ્ટની ઓફિસમાં બેઠક કરશે તથા સોમનાથ દાદાના દર્શન પણ કરશે. પીએમ મોદી ‘ઓમકાર જપ’માં પણ સામેલ થવાના છે. બીજા દિવસે 11 જાન્યુઆરીએ સવારે સોમનાથ દાદાની પૂજા-અર્ચના બાદ તેઓ ભવ્ય શોભાયાત્રામાં સામેલ થશે અને એક સભાને પણ સંબોધિત કરશે. નોંધનીય છે કે સોમનાથ મંદિરમાં શંખનાદ અને વેદિક મંત્રો સાથે 72 કલાકનો ઓમકાર જપ શરૂ કરવામાં આવ્યો છે. પીએમ મોદીના આગમન પહેલા સોમનાથના તમામ રસ્તાઓ શણગારવામાં આવ્યા હતા.
PM મોદીના આગમન પહેલા શુક્રવારે સોમનાથમાં સાધુ સંતોએ ડમરૂ સાથે શૌર્ય યાત્રા કાઢી હતી. હર હર મહાદેવના નારા સાથે સોમનાથ મહાદેવ મંદિરમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો.
PM મોદીની સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત
સોમનાથમાં પીએમ મોદીની સુરક્ષા માટે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. સોમનાથના SP જયદીપ સિંહ જાડેજાએ જણાવ્યું હતું, કે પીએમ મોદીના કાર્યક્રમ માટે જળ, થલ અને નભ ત્રણેય સ્તરે સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. બે હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. 20થી વધુ IPS રેન્કના અધિકારી, વિવિધ ઈન્સ્પેક્ટર, SI અધિકારીઓને પણ તૈનાત કરાયા છે.
શું છે સોમનાથ સ્વાભિમાન પર્વ
નોંધનીય છે કે ઈસ 1026માં મહમૂદ ગઝનવીએ સોમનાથ મહાદેવ મંદિર પર આક્રમણ કર્યો હતો. આ આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થવા પર સોમનાથ સ્વાભિમાન પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. વારંવાર મંદિરને નષ્ટ કરવાના પ્રયાસ છતાં આજે પણ તે આસ્થાનું પ્રતિક બનીને ઊભું છે. આ સિવાય સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો તેના પણ 75 વર્ષ પૂર્ણ થયા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel