ગોકુળ મથુરા યાત્રાક્ષેત્રનું કનૈયાની લીલાનું આકર્ષક તીર્થસ્થાન રમણ રેતી રહેલું છે, જ્યાં ભાવિકો આસ્થા સાથે રેતીમાં આળોટતા રહે છે.
ભારતવર્ષની ઐતિહાસિક ગાથાઓમાં કૃષ્ણનું બાળ સ્વરૂપ ભક્તો માટે સૌથી વધુ આકર્ષણ ધરાવે છે. અહીંયા દર્શન વંદના અને કથા સત્સંગ સંકીર્તન લાભ લેતાં રહે છે.
ગોકુળ મથુરા સાથે વૃંદાવન, બરસાના અને રમણરેતી સ્થાનો સાથે ભગવાન કૃષ્ણની પ્રેમ, સંવેદના સહિતની કથા વાર્તાઓનું વિશેષ સ્થાન રહેલ છે.
રમણ રેતી તીર્થમાં કનૈયાની લીલા સ્મૃતિઓ હોવાની ભાવ આસ્થાથી આજે પણ અહીંની રેતીમાં દુરસુદુરથી આવતાં યાત્રિકો આળોટી લાભ લેતા રહે છે તેમજ એક બીજા પર આ ભૂમિની રેતી માટી નાખીને અનોખી અનુભૂતિ માણતાં રહે છે.
ભાવિક ભક્તો તથા યાત્રિકો માટે ગોકુળ મથુરા યાત્રાક્ષેત્રનું કનૈયાની લીલાનું આકર્ષક તીર્થસ્થાન રમણ રેતી રહેલું છે, જ્યાં ભાવિકો આસ્થા સાથે મોજથી રેતીમાં આળોટતા રહે છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel