મોરારિબાપુ રામકથામાં વક્તા સાથે ભાવિક શ્રોતાઓના સંવાદનો અભિગમ સેવતા રહ્યાં છે. ગોપનાથ રામકથામાં પણ પત્ર ચિઠ્ઠીઓ પર પ્રતિભાવ ચિંતન અપાતું રહ્યું છે.
દેશ વિદેશમાં રામચરિત માનસ ગાનમાં ભાવિક શ્રોતાઓ માત્ર વ્યાસપીઠના કથા વચનો જ સાંભળે તેમ નહી, પરંતુ રામકથા, શાસ્ત્રીય બાબત કે મોરારિબાપુ સંદર્ભે ઉત્સુકતા, સૂચન અને ટીકા વગેરે મળતું રહે છે, જેનો સૌજન્ય સ્વીકાર પણ થતો રહે છે.
સત્ય, પ્રેમ અને કરુણા… એ મૂલ્ય મંત્ર સાથે મોરારિબાપુ ભારપૂર્વક કથા સંવાદ, અર્થ કે વિવરણ કરતાં કહે છે, કે… આ મને સમજાયું છે, આપ તેનો વિવેક સાથે અર્થ કરજો. હું કહું તે જ સાચું કે, હું કહું તે જ ભક્તિ ઉપાસના કરજો તેમ નહી, પરંતુ આપણા સનાતન વૈદિક ધર્મના મૂળને પકડી રાખવા આગ્રહ ભાવ રાખે છે. મોરારિબાપુ દ્વારા એટલે જ ઉત્સુકો માટે વ્યાસપીઠ પાસે ટોપલી રાખે છે, જેમાં શ્રોતાઓ પ્રશ્ન, સૂચન કે ટીકા લખી ચિઠ્ઠીઓ મોકલી શકે છે.
મોરારિબાપુ રામકથામાં વક્તા સાથે ભાવિક શ્રોતાઓના સંવાદનો અભિગમ સેવતા રહ્યાં છે. કથામાં ધ્વનિ પ્રસારણ વ્યવસ્થા સાંભળતા ‘સંગીતની દુનિયા’ પરિવારના નિલેશભાઈ વાવડિયા આ ચિઠ્ઠીઓ વ્યાસપીઠ પર મોરારિબાપુ પાસે મૂકી આપે છે.
ઘણીવાર આવા પત્ર ચિઠ્ઠીઓના સંદર્ભે કથા વસ્તુનું કેન્દ્ર ચિંતન પણ બની જાય છે. ગોપનાથ મહાદેવ સાનિધ્યમાં રામકથા ‘માનસ ગોપનાથ’ ગાન ચાલી રહ્યું છે, આ કથામાં પણ પત્ર ચિઠ્ઠીઓ પર પ્રતિભાવ ચિંતન અપાતું રહ્યું છે, જે ક્થા શ્રવણ સાથે લાભ મળતો રહે છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel