ઉપરવાસ ભારે વરસાદથી ભાવનગર જિલ્લાનું રંઘોળા જળાશય છલકાતાં દરવાજા ખોલાયા છે. આથી નીચાણવાળા ઉમરાળા અને સિહોર તાલુકાનાં ગામોને સાવધ કરાયા છે.
ભાવનગર તેમજ અમરેલી સહિત ઘણાં જિલ્લામાં આગાહી મુજબ વરસાદ પડી રહ્યો છે. બે દિવસમાં ઉપરવાસ અને સર્વત્ર ભારે વરસાદ રહ્યો છે ત્યારે રંઘોળા જળાશય છલકાતાં તેના ૧૦ દરવાજા ખોલાયા છે અને રંઘોળી નદીમાં જળરાશી વધતાં નીચાણવાળા ઉમરાળા તાલુકાના રંઘોળા, પીપરાળી, માલપરા, લંગાળા, ઝાંઝમેર, ધારુકા,
ડંભાળિયા, દેવળિયા તથા ચોગઠ અને સિહોર તાલુકાનાં ભાણગઢ ગામોને સાવધ કરાયા છે.
ગોહિલવાડનાં આ રંઘોળાના જળાશય અંગે ઉલ્લેખનીય છે કે, તળાવની સપાટી પૂરી થવામાં આવતાં દબાણથી જ દરવાજા ખુલે તેવી ઈજનેરી વ્યવસ્થા રહેલી છે. સ્વયંસંચાલિત દરવાજા એ વિશેષતા રહેલી છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel