સણોસરા લોકભારતી વિશ્વવિદ્યાલયમાં તેજસ્વી વિદ્યાર્થી પ્રતિભાઓને પારિતોષિક એનાયત થયાં. મોરારિબાપુ અને પ્રકાશ આમ્ટેજીની પ્રેરક ઉપસ્થિતિમાં દીક્ષાંત સમારોહમાં અનોખી પ્રણાલી વડે સન્માન કરવામાં આવ્યાં.
ગોહિલવાડની સુપ્રસિધ્ધ કેળવણી સંસ્થા લોકભારતીમાં હરીફાઈ કે સ્પર્ધાનું વાતાવરણ નથી. તમામ વિદ્યાર્થીઓ પોતપોતાની કૌશલ્ય આવડત સાથે અભ્યાસક્રમ ઉપરાંત સામાજિક જીવનનાં પાઠ ભણી રહ્યાં છે, ત્યારે પરીક્ષામાં કોઈ પ્રથમ કે પાછળ એવું અહીંની પધ્ધતિમાં નથી.
લોકભારતી વિશ્વવિદ્યાલયના પ્રથમ દીક્ષાંત સમારોહમાં શ્રી મોરારિબાપુ અને શ્રી પ્રકાશ આમ્ટેજીની પ્રેરક ઉપસ્થિતિમાં તેજસ્વી વિદ્યાર્થી પ્રતિભાઓને પારિતોષિક એનાયત થયાં. આ પારિતોષિકોમાં રાહુલ ધરાજિયાને ‘શ્રી નાનાભાઈ ભટ્ટ શ્રધ્ધા ભારતી પારિતોષિક’, કિશન બલ્યાને ‘શ્રી મનુભાઈ પંચોળી વિદ્યાભારતી પારિતોષિક’, કુમારી અવની અણઘણને ‘શ્રી મૂળશંકરભાઈ ભટ્ટ મૈત્રીભારતી પારિતોષિક’ અને સાર્દૂલ ભુવાને ‘શ્રી નટવરલાલ બુચ સેવા ભારતી પારિતોષિક’ એનાયત થયાં.
સંસ્થાનાં વડા અરુણભાઈ દવે, રાજેન્દ્રભાઈ ખિમાણી અને સમગ્ર સંસ્થા (લોકભારતી યુનિવર્સિટી ફોર રુરલ ઈનોવેશન) પરિવારે સૌ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel