મોરારિબાપુની પ્રેરણા સાથે તલગાજરડામાં સંતવાણી સન્માન સમારંભ યોજાશે. પ્રભુદાસબાપુની પુણ્યતિથિ પ્રસંગે શુક્રવારે ચિત્રકુટધામમાં સંતવાણી વંદના થશે.
કારતક વદ બીજ એ મોરારિબાપુનાં પિતા પ્રભુદાસબાપુની પુણ્યતિથિ છે. આ પ્રસંગે ચિત્રકુટધામ તલગાજરડામાં સંતવાણી સન્માન સમારંભ યોજાશે.
મોરારિબાપુની પ્રેરણા સાથે આગામી શુક્રવાર તા.૭ રાત્રિનાં આ સંતવાણી વંદના થશે. આ સમારોહમાં સંતવાણીના આદિ સર્જકની વંદનામાં ભક્ત કવિ ગેમલદાસજી – ગેમલજી ગોહિલ ( પ્રતિનિધિ નરેન્દ્રસિંહ ગોહિલ (કુકડ), ભજનિક પરસોત્તમપુરી ગોસ્વામી (જામ ખંભાળિયા), તબલા વાદક રમેશપુરી ગોસ્વામી (કળમ લખતર), વાદ્ય વાદક (બેન્જો) ધીરજસિંહ અબડા (જખૌ કચ્છ) તથા મંજીરા વાદક હર્ષદગિરિ ગોસ્વામી (વલ્લભીપુર) વર્ષ ૨૦૨૫ના સંતવાણી સન્માન પ્રાપ્ત કરશે.
શુક્રવારે રાત્રે આ સન્માન અર્પણ વિધિ બાદ મોરારિબાપુના પ્રાસંગિક ઉદ્બોધન સાથે અહીંયા ભજનિકો દ્વારા સંતવાણી લાભ મળશે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel