ગત તારીખ 19 ઓગસ્ટના રોજ કર્ણાવતી (અમદાવાદ) મહાનગરના ખોખરા ખાતે આવેલી સેવન્થ ડે શાળામાં બનેલી હૃદયકંપી ઘટના સમગ્ર શૈક્ષણિક જગતને હચમચાવી ગઈ છે. એક કુમળું જીવન અચાનક છીનવાઈ ગયું અને એક નિર્દોષ પરિવારનો કુળદિપક શાળાની બેદરકારીના કારણે બુઝાઈ ગયો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પરિવાર આ ઘટનામાં ભોગ બનેલા વિદ્યાર્થીની આત્માને શાંતિ મળે અને પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તે માટે પ્રાર્થના કરે છે.
સેવેન્થ ડે સ્કૂલમાં અગાઉ પણ બનેલી અનેકો ઘટનાઓ માં શાળા ની બેદરકારી સામે આવી છે. એક તીક્ષણ હથિયાર વડે શાળાના પરિસરમાં હુમલાની ઘટના શાળાની વ્યવસ્થા તથા સંચાલકો પર ખુબ મોટા પ્રશ્નો ઉભા કરે છે. ઘટના શાળા પરિસરમાં બન્યા છતાં સંચાલન દ્વારા કોઈપણ અસરકારક પગલા લેવામાં આવ્યા નથી. વાલીઓએ જવાબ માંગ્યા છતાં સંચાલન તરફથી એકપણ સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો નથી. આઠમા ધોરણના વિદ્યાર્થી દ્વારા હિંસક કૃત્ય કરાયું એ બાબત જેટલી ચિંતાજનક છે, તેટલી જ ગંભીર શાળાની બેદરકારી પણ છે.
અભાવિપ પ્રદેશ મંત્રી સમર્થ ભટ્ટ એ વધુમાં ઉમેર્યું કે, “આ દુઃખદ ઘટના માત્ર વિદ્યાર્થી કે તેના પરિવાર માટે જ નહીં પરંતુ સમગ્ર શિક્ષણવ્યવસ્થા માટે ચિંતાજનક અને શરમજનક છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભોગ બનનાર પરિવારની સાથે છે અને ત્યાં સુધી લડત ચાલુ રાખશે જ્યાં સુધી જવાબદાર શાળા સંચાલકો અને કર્મચારીઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી ન થાય. અભાવિપ ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તેની ખાતરી માટે એક શાળા સુરક્ષા સમિતિની પણ માંગ કરે છે.”
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel