વર્ષો પહેલા ચારણ પરિવાર દ્વારા રહેલ શિવલિંગ સ્થાન પર શિવાલય બન્યું એ સ્થાન એટલે વાળુકડ ગામના સીમાડામાં વાડીમાં બિરાજેલ છે સિદ્ધેશ્વર મહાદેવ.
સનાતન પરંપરામાં ગામેગામ નાના મોટા શિવસ્થાનો રહેલાં છે. કેટલાંક સ્થાન સ્વયંભૂ રહ્યાંની પણ દંતકથાઓ અને આપણી આસ્થા રહેલી છે. કેટલાંક સ્થાનો દાતાઓ દ્વારા નિર્માણ થયેલ હોય છે.
પાલિતાણા પાસેનાં વાળુકડ વાળુકડ ગામના સીમાડામાં વાડીમાં બિરાજેલ છે સિદ્ધેશ્વર મહાદેવ, જેનાં દર્શન પૂજનમાં શ્રધ્ધાળુઓ આવતાં રહે છે.
વર્ષો પહેલા ચારણ પરિવાર દ્વારા આ વિસ્તારમાં નિવાસ થયો હશે અને અહીંયા તેમના દ્વારા રહેલ શિવલિંગ સ્થાન પર શિવાલય બન્યું અને ગ્રામજનો આસ્થાળુઓ દર્શન પૂજામાં જોડાતાં રહ્યાં.
નાનકડા ઈતિહાસ સાથે ખેડૂત અને દાતા દ્વારા આ વાડીમાં નાનકડું શિવાલય નિર્માણ થયું છે, એ સ્થાન એટલે આ સિદ્ધેશ્વર મહાદેવ સ્થાન.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel