યોગશિક્ષકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા : જિલ્લામાં ૫૪ યોગ શિક્ષકો દ્વારા નિયમિત નિશુલ્ક યોગ પ્રવૃતિ ચાલી રહી છે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સહયોગથી નાંદોદ તાલુકાના યોગ કોચ શ્રી ફુલસિંહ વસાવાના પ્રેરક માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલ યોગ શિક્ષકોને યોગ પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ રાજપીપલા ખાતે જિલ્લા રમતગમત સંકુલમાં તાજેતરમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા યોગ કો-ઓર્ડિનેટર શ્રી વસંતકુમાર વસાવા ઉપસ્થિત રહ્યા હતા.
સરકાર માન્યતાપ્રાપ્ત યોગ શિક્ષકો ગામે ગામ નિ:શુલ્ક યોગ પ્રવૃતિઓ પ્રારંભ કરશે. પ્રતિ શિબિર રૂ. ૩૦૦૦ અને બે શિબિરો માટે રૂ. ૬૦૦૦ નું માસિક માનદવેતન યોગ બોર્ડ તરફથી આપવામાં આવશે. શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને તાલુકા યોગ કોચ બનવાની તક મળશે. હાલ નર્મદા જિલ્લામાં ૫૪ શિક્ષકો દ્વારા નિયમિત યોગ પ્રવૃતિઓ સફળતાપૂર્વક ચલાવવામાં આવી રહી છે. રાજ્ય યોગ બોર્ડનો હેતુ દરેક ગામ સુધી યોગ પહોંચાડવાનો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel